Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત વચ્‍ચે તલાવચોરામાં દીપડી બચ્‍ચા સાથે નજરે ચઢતા લોકોમાં ફફડાટઃ પાંજરાની અછત સર્જાઈ

તલાવચોરા ગામે ચાર બચ્ચા સાથે દીપડી દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે જેને લઇને ગ્રામ પંચાયત અને વનવિભાગ દ્વારા સાવચેતીના પગલારૂપે તલાવચોરા ગામે લાઉડસ્પીકરની ગાડી ફેરવી લોકોને સાવચેતી સાથે રાત્રે ૭ વાગ્યે પછી ઘરની બહાર નહિ નીકળવા અનુરોધ કર્યો હતો.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત વચ્‍ચે તલાવચોરામાં માદા દીપડી બચ્‍ચા સાથે નજરેચઢતા લોકોમાં ફફડાટ સાથે પાંજરાની અછત સર્જાવા સાથે વન વિભાગનો સ્‍ટાફ દોડટો થઈ જવા પામ્‍યો છે.
બીજી તરફ ચોક્કસ સ્‍થળ અને સમય વિનાના વાયરલ થતા વિડીયો માથાનો દુઃખાવો બનવા પામ્‍યા છે. ઘેજ-બીડ અને ખાંભડા નહેરના નામે વધુ બે દીપડાના વિડીયો ફરી રહ્યા છે. આ ઉપરાંત હજુ સુધી એક પણ દિપડો પાંજરે ન પૂરાતા લોકોમાં ભયની સ્‍થિતિ યથાવત રહેવા પામી છે.
ચીખલી તાલુકામાં સાદકપોર અને ફડવેલમાં દીપડાના હુમલાની ઘટના ઉપરાંત દેગામ, ખુડવેલ, સાદડવેલ, પીપલગભણ સહિતના ગામોમાં દીપડાની જાહેરમાં અવર-જવર જોવા મળતા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્‍યા હતા. જોકે સાદકપોરમાં શરૂઆતમાં ગોઠવવામાં આવેલ પાંચ પૈકી એક પાંજરું પીપલગભણમાં અને આજે એક તલાવચોરામાં લઈ જવામાં આવતા પાંજરાની પણ અછત સર્જાવા પામી છે. વધુમાં સાદકપોર ગોઠવાયેલા કેમેરા પણ પીપલગભણ ગામે ગોઠવવામાં આવ્‍યા છે.
જોકે આ પૈકી કોઈ ગામમાં દીપડા પાંજરે પુરાયા નથી ત્‍યાં તલાવચોરાના વચલા ફળિયામાં બે તથા ડેન્‍સા ફળિયામાં ચાર બચ્‍ચા સાથે દીપડી જોવા મળતા આ અંગેની જાણ ડેપ્‍યુટી સરપંચ ડો.અશ્વિનભાઈ, વોર્ડ સભ્‍ય પરિમલ ચૌહાણ દ્વારા કરાતા વન વિભાગ દ્વારા ડેન્‍સા ફળિયામાં પાંજરું ગોઠવવામાં આવ્‍યું હતું. આ ઉપરાંતદેગામના ઢોડિયાવાડમાં પાંજરું ગોઠવાયેલું જ હતું. પરંતુ દેગામના નાયકીવાડ, કુવાધોલ અને ચીખલી રોડ પર પણ દીપડો જોવા મળતા એપીએમસીના વાઈસ ચેરમેન પરિમલભાઈ દેસાઈ દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી.
વધુમાં હજુ પણ દીપડાના બે વિડીયો સોશ્‍યલ મીડિયામાં ફરી રહ્યા છે. જેમાં એક ઘેજ ગામના બીડ અને બીજો ખાંભડા નહેર પાસેનો હોવાનું કહેવાય છે, જોકે વન વિભાગ દ્વારા આ વિડીયોને કોઈ સમર્થન આપવામાં આવ્‍યું ન હતું.

Related posts

વલસાડ જિલ્લાના મોરાઈ, ભિલાડ અને ઉદવાડાને સ્‍માર્ટ વિલેજમાં સામવેશ કરાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah

દમણના અરબી સમુદ્ર કિનારે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વનો ઉત્તર ભારતીયોએ કરેલો જયઘોષ

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજ પ્રકરણમાં ભ્રષ્ટાચારના ફૂટી રહેલા નવા ફણગા

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

Leave a Comment