September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર પારડી તાલુકા વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કથળેલી હોય એવી સ્‍થિતિ નિર્માણ થયેલી જોવા મળી રહી છે. સામી દિવાળીએ ચોર-તસ્‍કરો બેફામ બની ચોરી કરી રહ્યા છે જ્‍યારે બીજી બાજુ પી.આઈ.કક્ષાનું પોલીસ સ્‍ટેશન આવા ચોરોને ઝબ્‍બે કરવાને બદલે પારડીને લગોલગ આવેલ કેન્‍દ્ર શાસીત પ્રદેશમાંથી આવતા સ્‍થાનિકોને એક કે બે બોટલ લાવનારાઓને પકડી મોટો મીર માર્યો હોય એમ વર્તી રહી છે.
થોડા સમય પહેલા પારડીના ઉમરસાડીના બંગલામાં તથા પારડીના બંધ ફલેટમાંથી રૂા.1.50. લાખની ચોરી થવા પામી હતી. આ ચોરી અંગે પોલીસ કોઈ નક્કર પગલાં ભરી ચોરોને ઝબ્‍બે કરી શકી નથી ત્‍યાં ફરી એકવાર પોલીસને પડકાર ફેંકી પારડીના મોટા વાઘછીપા ખાતે આવેલ વિનાયક પેટ્રોલ પમ્‍પ, પોસ્‍ટ ઓફીસ તથા એક દરજીની દુકાનમાં ત્રાટકી એક સાથે ત્રણ જેટલી જગ્‍યાએ સફળતા પૂર્વક ચોરી કરી 60 હજાર જેટલી રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે પેટ્રોલ પમ્‍પના માલિક પોલીસ સ્‍ટેશન આવ્‍યા હોવા છતાં પણ આ ચોરીની પણ હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.

Related posts

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

ભાજપની ત્રણ રાજ્‍યમાં પ્રચંડ જીતને વંકાલ ગામે કિસાન મોરચા દ્વારા ફટાકડા ફોડી વધાવવામાં આવી

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment