September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

નરેશ રમેશભાઈ ધો. પટેલ બે વર્ષના પૂત્ર હિતેશ સાથે ઉમરગામથી વલસાડ જવા માટે વિરાર-વલસાડ ટ્રેનમાં નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ઉમરગામથી વલસાડ જવા વિરાર-વલસાડ ટ્રેનમાં પિતા-પૂત્ર ગતરોજ નિકળ્‍યા હતા. બે વર્ષનો પૂત્ર સાથે હતો. પિતા ટ્રેનમાં સુઈ ગયા હતા બાદ ઉદવાડા સ્‍ટેશને જાગીને જોયુ તો પૂત્ર ટ્રેનમાં જોવા મળ્‍યો નહોતો તેથી પિતાએ આમતેમ તપાસ કર્યા બાદ પૂત્ર નહી મળતા વાપી રેલવે પોલીસમાં પૂત્ર અપહરણ થવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જાહેર જનતાને અપીલ કરાઈ છે કે બાળકની માહિતી મળે તો વાપી રેલવે પોલીસનો સંપર્ક કરવો.
મૂળ ઉમરગામ સોળસુંબાનો રહેવાસી ભીખ માગીને ગુજરાન કરી રહેલ અત્‍યારે વલસાડ રેલવે સ્‍ટેશન બહાર ફૂટપાથ ઉપર રહેતો નરેશ રમેશભાઈ ધો. પટેલ તેના પૂત્ર હિતેશ (ઉ.વ.2)ની સાથે ગતરોજ ઉમરગામથી વિરાર-વલસાડશટલમાં વલસાડ જવા નિકળ્‍યો હતો. ટ્રેનમાં ઉંઘ આવતા પિતા નરેશ સૂઈ ગયેલ. ઉદવાડા સ્‍ટેશને જાગ્‍યો ત્‍યારે પાસે રહેલો પૂત્ર હિતેશ ગુમ થયેલો જણાતા આખી ટ્રેનમાં શોધખોળ કરી પણ પૂત્ર મળી આવેલ નહીં. તેથી ભાંગી પડેલ પિતા નરેશભાઈએ વાપી રેલવે પોલીસમાં પૂત્ર અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બાળકની કોઈ માહિતી કે જાણકારી મળે તો વાપી રેલવે પોલીસ મો.નં.99135 42511 અથવા પી.એસ.આઈ. જી.એચ. પઢીયાર મો.નં.98259 09182 ઉપર જણાવવા એક અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Related posts

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

vartmanpravah

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

vartmanpravah

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

ઓનલાઈન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

vartmanpravah

Leave a Comment