
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના એસ.પી.ની શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણાની અધ્યક્ષતામાં પોલીસ હેડ ક્વાર્ટર સેલવાસ ખાતે જ્વેલરી શોપના માલિકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસો અગાઉ હોરીજન ટાવર આમલી સ્થિત જ્વેલરી શોપમા લુંટની ઘટના બનવા પામી હતી. આ પ્રકારની ઘટનાને રોકવા માટે વેપારીઓને દુકાનની બહાર સીસીટીવી કેમેરા અને સુરક્ષા ઉપકરણ લગાવવા અને દુકાનની અંદર અને આજુબાજુ કોઈપણ અવૈધ ગતિવિધિની જાણકારીથી પોલીસ વિભાગને માહિતગાર કરવાથી કાર્યવાહી કરી શકાય. દુકાન માલિકોને એ પણ અનુરોધ કરવામાં આવ્યો કે તેમની દુકાનમાં કામ કરતા નોકરો અને કામદારોની ઓળખ માટે ડીડીડીપી સુરક્ષા એપ ડાઉનલોડ કરવા, એમની અવૈધ ગતિવિધિઓની સૂચના આપવા માટે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ, સભ્યો અને વરિષ્ઠ પોલીસ અધિકારી અને એસ.એચ.ઓ.ના નેતૃત્વમા વોટ્સએપ ગ્રુપ બનાવવા માટે સુચિત કરવામાં આવ્યા. સાથે તેઓ ચોરીની વસ્તુઓની ખરીદી કે વેચાણ નહીં કરે, જેનાથી તેઓને કોઈ પરેશાની નહીં થાય.
આ અવસરેએસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી શાંતિલાલ માલી સહિત દુકાનદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

