Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ થઈ રહ્યું છે.
દમણની મરવડ જિલ્લા હોસ્‍પિટલમાં આરોગ્‍ય, નિદાન, ચિકિત્‍સા તથા શષાક્રિયા સહિતની વિવિધ સુવિધાઓ સાથે 300 બેડની જિલ્લા હોસ્‍પિટલ માટે નવી જગ્‍યાનું બાંધકામ શરૂ કર્યું છે. પ્રશાસને ફેઝ-3 અને ફેઝ-4 માટે બાંધકામની જગ્‍યા બનાવવા મરવડ હોસ્‍પિટલના ટ્રોમા, આઈસીયુ અને વોર્ડનું ડિમોલીશન કરવાનું હોવાથી મરવડ હોસ્‍પિટલની સુવિધા મોટી દમણ સી.એચ.સી.માં ખસેડવામાં આવી છે.
મરવડ હોસ્‍પિટલનો ઓપીડી વિભાગ આવતી કાલ તા.30મી ઓક્‍ટોબર, 2023થી સી.એચ.સી. મોટી દમણમાં શિફટ થશે અને સી.એચ.સી. મોટી દમણમાં ઈન્‍ડોર, આઈસીયુ અને એનઆઈસીયુની સુવિધા ધીમેધીમે કાર્યરત કરાશે. તેથી દમણ અને આસપાસના વિસ્‍તારોની સામાન્‍ય જનતાને મરવડ હોસ્‍પિટલની તમામ સુવિધાઓ આવતી કાલ તા.30મી ઓક્‍ટોબર, 2023થી કાર્યરત થઈ રહી હોવાની જાણકારી આરોગ્‍ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah

લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ-ડાંગના તીર્થધામોને પ્રવાસનમાં સમાવેશ કરવા સાંસદમાં કરેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

Leave a Comment