Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના સેલવાસ ઝંડાચોક ખાતેની અંગ્રેજી માધ્‍યમની પ્રાથમિક કેન્‍દ્ર શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સાયલી સ્‍થિત નમો મેડિકલ કોલેજ અને અથાલ ખાતે આવેલ અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. નમો મેડિકલ કોલેજની મુલાકાત દરમ્‍યાન વિદ્યાર્થીઓએ કોલેજના દરેક વિભાગોની મુલાકાત લીધી હતી. શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત બાદ ‘ભવિષ્‍યમાં ડોક્‍ટર બનવાનું અમારૂં સપનુ પુરુ થશે’ એવી આશા વ્‍યક્‍ત કરી હતી. અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનમાં ભોજન કેવી રીતે બને છે અને એની ગુણવત્તા તેમજ શાળાઓ તથા બાળમંદિરોમાં કેવી રીતે મોકલવામાં આવે છે તે કામગીરી નિહાળી હતી.

Related posts

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

Leave a Comment