બંગલા નં.બી/467માં રોકડા 70 હજાર, એક ચેઈન અને એક મોબાઈલ તસ્કરો સ્લાઈડિંગ વિંડો ખોલી ચોરી કરી ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી નજીક ટુકવાડા સ્થિત પોશ ગણાતી અવધ ઉથોપિયા ટાઉનશીપમાં એક બંગલામાં પરિવાર ગત રાત્રે સુતો હતો તે અરસામાં તસ્કરો પાછળના ભાગે સ્લાઈડીંગ વિન્ડો ખોલીને રોકડા સહિત રૂા.1.20 લાખની મત્તા ચોરી ગયા હતા.
ટુકવાડા અવધ ઉથોપિયામાં બંગલા નં.બી/467માં રહેતા ભારતીબેન સંજયભાઈ સુમેરિયા(પટેલ) દિવસે તેમની સેલવાસ ખાતે આવેલ કંપનીમાં બે દિકરા અને પૂત્રી સાથે ગયા હતા. સાંજે પરત આવી પરિવાર સૂઈ ગયેલો ત્યારે પાછળના ભાગે આવેલ સ્લાઈડીંગ વિન્ડો ખોલી તસ્કરો બંગલામાં પ્રવેશ્યા હતા. કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 70 હજાર, એક મોબાઈલ અને એક સોનાની ચેઈન મળી કુલ રૂા.1.20 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સવારે ચોરી થયાની જાણ થતા પરિવારે સોસાયટી સંચાલકને વાત કરી હતી. સંચાલકેચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.