October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા આજે પંચાયત વિસ્‍તારનાવિવિધ સ્‍થળોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ હાથ ધરવામાં આવ્‍યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી શરૂ કરવામાં આવેલ આ અભિયાન વરસાદના કારણે સ્‍થગિત હતું. જેની આજે ફરીથી શરૂઆરત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વિવિધ સ્‍થળોએ સાફ-સફાઈ કરવામાં આવી હતી અને વિવિધ સ્‍થળોએ ઊગી નીકળેલા નકામા ઝાડી-ઝાંખરા, કાંટાળા છોડ તથા ગંદા કચરાને સાફ-સફાઈ કરી હટાવવામાં આવ્‍યો હતો. દાદરા ગ્રામ પંચાયતમાં તમામ ગલી, મહોલ્લા સ્‍વચ્‍છ, સુંદર અને રળિયામણા રહે એ માટે પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. આવનાર દિવસોમાં આ અભિયાનને વધુ ઝડપી બનાવવામાં આવનાર હોવાની માહિતી પંચાયતના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.
દરમિયાન સ્‍વચ્‍છતા ઉપરાંત ગટરની પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી સંપૂર્ણ ગટરની સાફ-સફાઇ બાદ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવશે જેથી મચ્‍છરજન્‍ય રોગો કે અન્‍ય રોગચાળાને ફેલાતો અટકાવી શકાય. આ સ્‍વચ્‍છતા અભિયાનમાં સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ ઉપરાંત ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, પંચાયત મંત્રી સહિત વોર્ડ સભ્‍યો જોડાયા હતા.

Related posts

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

vartmanpravah

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીની ગ્રામ પંચાયતોમાં જાહેર સભા અને ગ્રામસભાઓ યોજાઈ

vartmanpravah

Leave a Comment