October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા સ્‍તરીય અંડર-14 ખો-ખો(ગર્લ્‍સ)ની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ઝરીની અપર પ્રાઈમરી સ્‍કૂલ

આ પહેલાં રમાયેલી અંડર-14 (બોયઝ)ની ખો-ખો સ્‍પર્ધામાં પણ ઝરી શાળાઓ મેળવેલોદ્વિતીય ક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા પ્રદેશમાં રમત ગમત પ્રવૃત્તિ/સંસ્‍કૃતિનો વધુમાં વધુ વિકાસ થાય અને યુવા રમતવીરો તેમની પ્રતિભા ખિલવે એ હેતુથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં પ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરૂણ ટી. અને રમત ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહકારથી દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત સ્‍પર્ધાઓ યોજવામાં આવી રહી છે.
જે અંતર્ગત દમણ જિલ્લાની વિવિધ શાળાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 14 ગર્લ્‍સની રમાડવામાં આવેલી ખો-ખોની સ્‍પર્ધામાં મોટી દમણની ઝરી ખાતેની અપર પ્રાઈમરી સ્‍કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ઝરી શાળા તથા પ્રદેશનું નામ રોશન કર્યું છે.
વિદ્યાર્થીનીઓએ મેળવેલી જીત બદલ શાળાના હેડ માસ્‍તર શ્રીમતી સુમનબેન પટેલે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્‍યા હતા તથા ખો-ખો રમતની પ્રેરણા અને માર્ગદર્શન આપનારા વ્‍યાયામ શિક્ષક શ્રી મનોજભાઈ પટેલને પણ અભિનંદન પાઠવ્‍યા હતા. શ્રીમતી સુમનબેન પટેલે આવનારા દિવસોમાં પણ આવી જ પ્રગતિ કરી શાળાનું તથા પ્રદેશનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવીહતી.
અત્રે યાદ રહે કે, દમણ જિલ્લા સ્‍તરીય ખો-ખોની સ્‍પર્ધામાં અંડર-14 બોયઝની શ્રેણીમાં પણ ઝરી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમ મેળવ્‍યો હતો. તેમને પણ શાળાના હેડમાસ્‍તર તથા તમામ શિક્ષકોએ અભિનંદ આપ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

Leave a Comment