January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: મોટી દમણના ઢોલર બારિયાવાડ ખાતે આવેલા પ્રાચીન સોપાની માતા મંદિરનું આજે આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખુબ મોટી સંખ્‍યામાં ગામલોકોએ શ્રદ્ધા અને ભાવપૂર્વક ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયતના ઢોલર-બારિયાવાડ ખાતે આવેલ અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં ગામના દરેક ફળિયાના સોપાની માતાની ભાવ ફેરી કરવામાં આવી હતી. ભાવિક ભક્‍તોએ ખુબ જ શ્રદ્ધાપૂર્વક સોપાની માતાની પૂજા-અર્ચના કરીહતી.
આ પ્રસંગે સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પણ પાલખી ઉપાડી શ્રદ્ધાપૂર્વક સોપાની માતાના ચરણમાં વંદન કર્યા હતા.

Related posts

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તા.૮મી એપ્રિલ સુધી ફોરવ્‍હીલર ડ્રાઈવિંગ ટેસ્‍ટ બંધ રહેશે

vartmanpravah

દાનહના અથાલમાં નિર્માણાધીન બિલ્‍ડિંગમાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

vartmanpravah

Leave a Comment