Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

સાર્વજનિક શાળાના ચેરમેન જીજ્ઞેશ જોગીએ રમત-ગમત સાથે જોડાયેલ તમામ સ્‍પર્ધકો અને શિક્ષકો તથા કર્મચારીઓનો દિલથી માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: નાની દમણ સ્‍થિત સાર્વજનિક શાળાની સ્‍થાપનાના 75 વર્ષ અને ‘અમૃત મહોત્‍સવ’ નિમિત્તે બે દિવસીય ભવ્‍ય રમત-ગમત મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાર્વજનિક શાળામાં ચાલી રહેલા બે દિવસીય રમત-ગમત મહોત્‍સવમાં ક્રિકેટ, વોલીબોલ, નાગોરી, દોડ સ્‍પર્ધા, શોટપુટ, ટગ ઓફ વોર(દોરડાખેંચ), ધીમી સાયકલ દોડ, તીરંદાજી, બટાટા રીલે વગેરે આઉટડોર ગેમ્‍સ અને કેરમ, ચેસ, ટેબલ ટેનિસ જેવી ઈન્‍ડોર રમત શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.
બે દિવસ સુધી ચાલી રહેલા આ રમત-ગમત મહોત્‍સવમાં સાર્વજનિક શાળા, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના વિદ્યાર્થીઓની સાથે પ્રિ-પાયમરી વિભાગના નાના બાળકો, શાઈનીંગ સ્‍ટારે પણ વિવિધ પ્રકારની રમતોમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આજના મુખ્‍ય અતિથિ તરીકે મુકેશભાઈ ભાઠેલા ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન શ્રી જીજ્ઞેશ જોગી, વાઈસ ચેરમેન શ્રી વિવેક ભાઠેલા, પૂર્વ ચેરમેન શ્રી જોગીભાઈ ટંડેલ, સેક્રેટરી શ્રી રુદ્રેશભાઈ ટંડેલ, ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ, મેનેજમેન્‍ટ સભ્‍યો શ્રી જયંતિભાઈ ટંડેલ અને શ્રી મૃદુલભાઈ ટંડેલ ઉપસ્‍થિત રહ્યા હતા અને આખો દિવસ મેદાન ઉપર વિદ્યાર્થીઓનું ઉત્‍સાહવર્ધન કર્યું હતું.
આજે બીજા દિવસે વિવિધ રમતોની વિજેતા ટીમને તથા એકલ રમતના વિજેતા સ્‍પર્ધકોને ઈનામ તરીકે મેડલ અને ટ્રોફી આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓના ચાર ગ્રુપ જેમાં યેલો લાયન્‍સ, રેડ પેન્‍થર્સ, બ્‍લ્‍યુ બર્ડ્‍સ અને ગ્રીન ડ્રેગનમાંથી બ્‍લ્‍યુ બર્ડ્‌સ હાઉસ ચેમ્‍પિયન તરીકે ઉભરી આવ્‍યા હતા.
આચાર્ય દીપક મિષાી,સુપરવાઈઝર બી.ડી. જગતાપ અને પી.ટી. શિક્ષક શ્રી શશીકાંત ટંડેલ અને પી.ટી. શિક્ષક શ્રી ધીરૂભાઈ પટેલે રમત-ગમત મહોત્‍સવનું માઇક્રો મેનેજમેન્‍ટ કરીને બે દિવસીય રમતોત્‍સવને સફળ બનાવ્‍યો હતો. રમતના સમાપન સમારોહમાં શાળાના ચેરમેન શ્રી જીજ્ઞેશ જોગીએ રમતમાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકો, શિક્ષકો અને કર્મચારીઓનો દિલથી આભાર માન્‍યો હતો અને તમામને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે, શાળામાં આયોજીત આવા રમત-ગમત મહોત્‍સવથી શિક્ષણની સાથે વિદ્યાર્થીનો હોંશલો બુલંદ બને છે અને તેઓને કૌશલ્‍ય ઝળકાવવાની તક પ્રાપ્ત થાય છે. રમત એટલે બાળકોમાં રમવા માટેનો થતો એક ભાવ જેમાં છ થી નવ વર્ષના બાળકોને રમત રમવાનું ઘણું ગમતું હોય છે. રમત એ બાળકોનો મૂળ ભાગ છે કે જે તેઓ કોઈ પણ દિવસ ચૂકી શકતા નથી. બાળક ચાલતા શીખે એટલે રમવાનું શરૂ કરે અને સંતાકૂકડી, સાતતાળી, લંગડી જેવી રમતો રમતા રમતાં તે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો તરફ આકર્ષાય છે. શ્રી જીજ્ઞેશ જોગીએ જણાવ્‍યું હતું કે, આવતા વર્ષે ફરીથી ખૂબ જ સારી વ્‍યવસ્‍થા સાથે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવશે.
અત્રે યાદ રહે કે, આપણા જીવન ઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. રમતગમત પણ એક અગત્‍યનું પરિબળ છે. માનવ જીવનની શરૂઆત જ રમતગમતથીથાય છે. રમતગમત પ્રત્‍યેક મનુષ્‍યને સ્‍વાભાવિક પ્રેમ છે. દરેકના જીવનમાં રમતગમતનું મહત્‍વ અમૂલ્‍ય છે. આજે મોટા ભાગના લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે અને શરીરની કસરત થતી નથી, આ બધા માટે રમતગમત ખૂબ જ જરૂરી છે. તંદુરસ્‍ત જીવનશૈલી જીવવા માટે રમતગમત ખૂબ જ જરૂરી છે.
આજે રમતગમત દોડ પણ ખૂબ મહત્‍વની બની છે જેમાં ચાલવા અને દોડવાથી માનસિક સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થવા સાથે તમારા શરીરમાં વિવિધ રાસાયણિક તત્‍વોનો સ્ત્રાવ થાય છે. જેમાં સેરોટેનીન નામનું હોર્મોન પણ સામેલ છે. સેરોટેનીન એ ‘ફીલ ગુડ’ હોર્મોન છે જેનાથી તમને ખુશાલીનો મહત્‍વ અનુભવ થાય છે. દોડવાથી આખા શરીરમાં રક્‍તપ્રવાહ અને ઓક્‍સિજનનું પ્રમાણ વધે છે. જેનાથી સ્‍ફૂર્તિનો અનુભવ થાય છે. દોડવાથી ધમનીઓ ઝડપથી વિસ્‍તરે છે અને સંકોચાય છે જેના કારણે ધમનીઓને પણ પુરતો વ્‍યાયામ મળે છે. રોગપ્રતિકારક શક્‍તિ સુદૃઢ બનાવે છે. તેમજ અન્‍ય નાનીમોટી બીમારી પણ દૂર થાય છે. દોડવાથી ફેફસાંની કાર્યક્ષમતા વધે છે અને શરીરના તમામ કોષો સુધી પૂરતો ઓક્‍સિજન પહોંચે છે. જેથી શરીરને રોગોનો સામનો કરવાની શક્‍તિમાં વધારો થાય છે. વજનમાં પણ ઘટાડો થાય છે. આ ઉપરાંત તમારા પગના(ઘૂંટણ) લિગામેન્‍ટ્‍સ અને ટેન્‍ડન્‍સને પણ મજબૂત બનાવે છે. દોડના પણ ઘણાં ફાયદા છે.દોડવાથી પગના સ્‍નાયુઓ મજબૂત બને છે. દોડવાથી તમારા ફેફસાં મજબૂત થાય છે. તેમજ શારિરીક માનસિક સ્‍વાસ્‍થ્‍ય સુધરે છે.

Related posts

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment