Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત દમણઃ દુણેઠા ગ્રા.પં.ના સરપંચ સવિતાબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સર્વાંગી વિકાસના જયઘોષ સાથે યોજાઈ ગ્રામસભા

  • મોદી સરકાર અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લા સહિત સમગ્ર સંઘપ્રદેશમાં શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિની કરેલી શરૂઆતઃ દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલ

  • દમણના બી.ડી.ઓ. રાહુલ ભીમરાએ ‘સબકી યોજના, સબકા વિકાસ’ની વિસ્‍તારથી આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : આજે દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25ના પ્‍લાનને મંજૂર કરવા દુણેઠા પંચાયત ઘર ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ અને દુણેઠા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી જાગૃતિબેન પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં બદલાયેલા દમણની માહિતી આપી હતી. તેમણે યુવા પેઢીના ભવિષ્‍યને સલામત કરવા માટે શરૂ કરાયેલ નમો મેડિકલ કોલેજ, ડીગ્રી એન્‍જિનિયરિંગ, ફેશન ડિઝાઈનિંગ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ સહિતના ઉચ્‍ચ અભ્‍યાસક્રમોની જાણકારી આપી હતી.તેમણે જણાવ્‍યું હતું કે, મોદી સરકાર અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શિક્ષણ દ્વારા સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે. તેમણે આગામી દિવસોમાં દમણ જિલ્લાના થનારા ઓલરાઉન્‍ડ વિકાસનો પણ ચિતાર આપ્‍યો હતો.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણના બ્‍લોક ડેવલપમેન્‍ટ ઓફિસર (બીડીઓ) શ્રી રાહુલ ભીમરાએ ‘સબકી યોજના, સબકા વિકાસ’નો ચિતાર વિસ્‍તારથી સમજાવ્‍યો હતો. તેમણે દમણના વિકાસ માટે થઈ રહેલા વિવિધ આયોજનો ઉપર પણ પોતાનો પ્રકાશ પાડયો હતો.
દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અને દુણેઠા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રી બાબુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આગામી બે વર્ષમાં સમગ્ર દમણ જિલ્લા સહિત દુણેઠાના તમામ વિકાસના કામો પૂર્ણ થશે. તેમણે જણાવ્‍યું હતું કે, આવતા દિવસોમાં ભાગ્‍યે જ કોઈ મોટા કામ બાકી રહેવાના છે. થોડી ધીરજ અને શાંતિ રાખવા પણ ગામલોકોને સમજ આપી હતી.
ગ્રામસભામાં ગ્રામજનોએ ગામમાં વકરેલી પીવાના પાણીની સમસ્‍યા અને નવી સરકારી શાળા તથા પંચાયત ઘર માટેની જગ્‍યા ફાળવવા અંગે ચર્ચા-વિચારણાં કરી હતી. વિવિધ વિભાગોથી આવેલા પ્રતિનિધિઓએ ભારત સરકાર અને પ્રશાસનની વિવિધ યોજનાઓ ઉપર પ્રકાશ પાડયો હતો.
દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈપટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ ગ્રામસભામાં ઉપ સરપંચ શ્રી સંજય પટેલ, પંચાયત સભ્‍યો શ્રી શૈલેષભાઈ, શ્રી અમરભાઈ, શ્રી કૃણાલભાઈ અને સરસ્‍વતીબેન સહિત ભાજપ ઓબીસી મોરચાના જનરલ સેક્રેટરી શ્રી ભરતભાઈ લાલભાઈ પટેલ, ગામના આગેવાનો શ્રી અશોકભાઈ, શ્રી પ્રવિણભાઈ, શ્રી હરેશભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી તુષારભાઈ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર ગ્રામસભાનું સંચાલન અને સમાપન પંચાયત સેક્રેટરી શ્રી જીજ્ઞેશભાઈ પટેલે ખુબ જ કુશળતાથી કર્યું હતું.

Related posts

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

વાપી બલીઠા હાઈવે પર કાર ચાલકે રેલીંગ તોડી સર્વિસ રોડ પર મોપેડને અડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

vartmanpravah

Leave a Comment