(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : નાની દમણની વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મીટના અને દમણ જિ.પં.ના વરકુંડ વિભાગના જિ.પં. સભ્યશ્રી સદાનંદભાઈ મીટનાએ આજે વરકુંડની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવ્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સમાજના ખમતીધરો અને આગેવાનોને વર્ષમાં એક દિવસ પોતાના વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓને તિથિ ભોજનનો લાભ આપવા પ્રેરિત કર્યા હતા. જેના અનુસંધાનમાં પ્રદેશની તમામ શાળાઓમાંવારે-તહેવારે તિથિ ભોજનનું આયોજન થઈ રહ્યું છે. જે કડીમાં આજે વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મીટના અને જિ.પં. સભ્ય શ્રી સદાનંદભાઈ મીટનાએ વરકુંડની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજનનો લાભ આપવાની સાથે તેમની જોડે શિક્ષકો સાથે બેસી સમૂહ ભોજનનો આનંદ પણ લીધો હતો.