Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવા વિનંતીપત્રો અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લી દ્વારા તા.૧ ઓક્ટોબર ૨૦૨૨ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે તા.૧૨ ઓગસ્ટ -૨૨ ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ હેઠળ તા. ૨૧ ઓગસ્ટ -૨૨ (રવિવાર), તા. ૨૮ ઓગસ્ટ -૨૨ (રવિવાર), તા. ૪ સપ્ટેમ્બર- ૨૨(રવિવાર) અને તા.૧૧ સપ્ટેમ્બર -૨૨ (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ આજે રવિવાર તા.૪ સપ્ટેમ્બરના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની ૧૭૮-ધરમપુર(અ.જ.જા.) અને ૧૭૯-વલસાડ વિધાનસભા મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન માટે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે સૂચનો કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તેમની મુલાકાત દરમિયાન ૮૦ વર્ષથી વધુ વયના મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે વિનંતીપત્રો આપ્યા હતા.જેમાં ૧૭૮- ધરમપુર મતવિસ્તારના ભૂતસર,વાંકલ અને ફલધરા તેમજ ૧૭૯-વલસાડ મતવિસ્તારના શહેરી મતદાન મથકો જેમાં શહેરની આવાંબાઈ અને શેઠ. આર. જે. જે. હાઈસ્કૂલનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત કાર્યક્રમ સંદર્ભે વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ ૫ વિધાનસભા બેઠકોના કુલ ૧૩૯૨ મતદાન મથકોએ તા. ૪ સપ્ટેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં સવારે ૧૦ કલાકથી સાંજના ૫ કલાક સુધી મતદારયાદીમાં નામ દાખલ માટે ફોર્મ નં. ૬, નામ કમી માટે ફોર્મ નં. ૬-ખ, નામ સુધારા માટે ફોર્મ નં. ૭ અને આધાર લીંક માટે ફોર્મ નં. ૮ભરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તા. ૨૮ ઓગસ્ટ સુધીમાં ફોર્મ નં.૬- ૧૦૫૬૩, ફોર્મ નં. ૬-ખ – ૪૦૪૦૬, ફોર્મ નં.૭- ૨૮૮૧ અને ફોર્મ નં. ૮ – ૫૭૮૭ એમ કુલ મળીને ૫૯૬૩૭ ફોર્મ્સ મેળવવામાં આવ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની મતદાન મથકોની મુલાકાતમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ પી. શાહ પણ સાથે રહ્યા હતા.

Related posts

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

લાયન્‍સ કલબ પારડી પર્લના સેવાકીય કાર્યમાં એક નવું છોગુ ઉમેરતા પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને તેમની ટીમ

vartmanpravah

Leave a Comment