Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: સાદકપોર, પીપલગભણ, ખુડવેલ, દેગામ, હરણગામ, તલાવચોરા, ફડવેલ, સાદડવેલ સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડા – દીપડીની અવર જવર વધી જવા પામી છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ વચ્‍ચે વન વિભાગ દ્વારા દસેક જેટલા પાંજરા ગોઠવવામાં આવ્‍યા હતા. આ દરમ્‍યાન ગતરોજ ફડવેલ ગામેથી એક પાંચ વર્ષીય કદાવર દિપડો પાંજરે પુરાયો હતો.
દરમ્‍યાન રાત્રીના સમયે ચીખલી તાલુકાના હરણગામના નહેર ફળીયામાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં અંદાજે પાંચ વર્ષીય દીપડી પુરાતા આ અંગેની જાણ સરપંચદ્વારા કરાતા વન વિભાગના સ્‍ટાફ દ્વારા દીપડીનો કબ્‍જો લઈ વેટરનીટી તબીબ પાસે તપાસ કરાવાતા દીપડી સ્‍વસ્‍થ હોવાનું જણાતા સુરક્ષિત રીતે વઘઈ તરફ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
હરણગામમાં દીપડી પાંજરે પુરાયાની વાત વાયુવેગે પ્રસરતા દીપડીને જોવા સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા. સાદકપોરમાં 6-જેટલા પાંજરા ગોઠવવામાં આવ્‍યા છે. પરંતુ હજુ સુધી એક પણ દીપડો પાંજરે પુરાયો નથી. જોકે દીપડાઓ કોઈ એક ચોક્કસ જગ્‍યાએ સ્‍થાયી રહેતા ન હોય તેવામાં માનવ અને પશુ પર હુમલો કરનારા દીપડા પાંજરે પુરાયા છે કે કેમ તે કહેવું પણ મુશ્‍કેલ છે. ત્‍યારે લોકોને ખાસ કરીને રાત્રી દરમ્‍યાન સાવધાની રાખવી જરૂરી છે.

Related posts

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્‍હી ખાતે સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને લીધેલી મુલાકાત: સાંસદશ્રીએ મંત્રીશ્રીનું ઉષ્‍માભર્યું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment