Vartman Pravah
Breaking Newsનવસારી

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.07
ચીખલી તાલુકામાં 63 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવા પામ્‍યો છે. તાલુકા મથકે વિવિધ ગામોમાંથી ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. ત્‍યારે ચીખલી તાલુકામાં ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિવસે હોન્‍ડ ગામના અગ્રણી કલ્‍પેશભાઈ દેસાઈના અથાક પ્રયત્‍નો વચ્‍ચે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે તાલુકાની એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બનતા સરપંચ પદે શ્રી દિપકભાઈ સુરેશભાઇ રાઠોડ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ પ્રસંગે હોન્‍ડ ગામના ઉપ સરપંચ શ્રી રસિકભાઈ લાડ, માજી સરપંચ શ્રી મનોજભાઈ હળપતિ, શ્રી સુમનભાઈ હળપતિ, ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ સહિતના આગેવાનો તથા શુભેચ્‍છકોએ શુભેચ્‍છા પાઠવી હતી.
હવે આગામી 19મી ડિસેમ્‍બરના રોજ તાલુકાની બાકીની 62 ગ્રામ પંચાયત માટે ચૂંટણીનો જંગ જામશે. જેની મત ગણતરી 21 ડિસેમ્‍બરના રોજ થશે.

Related posts

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment