દમણના આર.ટી.ઓ. બિપીન પવારે રિક્ષા, ટેક્ષી તથા મીનીબસ ચાલકોને વિભાગ દ્વારાથેલી આપી પેસેન્જરોને પોતાનો કચરો વાહન કે વાહનની બહાર નહીં પરંતુ થેલીમાં નાંખવા પ્રેરિત કરવા આપેલી સમજણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના પરિવહન વિભાગે સ્વચ્છતા અભિયાનને આદતોને બદલવાની થીમ ઉપર પ્રદેશમાં ચાલી રહેલા ઓટોરિક્ષા, ટેક્ષી અને બસોમાં ગંદકી ફેલાઈ નહીં અને પેસેન્જરોમાં સારી આદત બને એવા ઉમદા હેતુથી દરેક પેસેન્જર વાહનોમાં કચરો નાંખવા માટે એક થેલીની વ્યવસ્થા કરી છે. જેના કારણે વાહનોમાં પેસેન્જરો દ્વારા ખવાતા ખાદ્ય પદાર્થો જેવા કે વેફર, બિસ્કીટ, ચોકલેટ, વગેરેના રેપર સિંગ-ચણાના છીલકાં તથા રદ્દી કાગળ, થેલી ફળ વગેરેની છાલ ગાડી અથવા ગાડીની બહાર નહીં ફેંકે તેવા ઉમદા આશયથી વાહનોમાં થેલીની વ્યવસ્થાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહનોની અંદર ગંદકી નહીં ફેલાશે અને પ્રદેશની સડકો પણ ચોખ્ખી-ચણાંક રહેશે. પ્રદેશના પરિવહન વિભાગ દ્વારા ઓટોરિક્ષા ટેક્ષી તથા બસોમાં થેલીઓ વિનામૂલ્યે આપવામાં આવી છે.
દમણમાં આર.ટી.ઓ. શ્રી બિપીન પવારના નેતૃત્વમાં ઓટોરિક્ષા, ટેક્ષી તથા મીનીબસોમાં થેલીઓ લગાવવામાં પણ આવી હતી અને પેસેન્જરોને પોતાનો કચરો બાજુમાંટીંગાડવામાં આવેલ થેલીમાં જ કચરો નાંખવા પ્રેરિત કરવા સમજણ પણ આપવામાં આવી હતી.