April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

5Gના માધ્‍યમથી ઉદ્યોગોને નવા રૂપ આપવા, સમાજ ઉપર પ્રભાવ નાંખવા તથા અમને વધુ કનેક્‍ટેડ અને કાર્યક્ષમ વિશ્વ તરફ લઈ જવાના વહીવટીતંત્રના પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં આજે ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા દૂરસંચાર વિભાગ, ગુજરાત એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં 5G સંમેલન યોજાયું હતું. જેમાં દૂરસંચાર સેવા પ્રદાતા (ટીએસપી), ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોવાઈડર્સ એસોસિએશન(ડીઆઈપીએ), સેલ્‍યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્‍ડિયા(સીઓએઆઈ), ઉદ્યોગપતિઓ, કોલેજના વિદ્યાર્થીઓ, કેન્‍દ્ર શાસિત પ્રદેશના સ્‍ટાર્ટઅપ અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ, ભારત સરકારના અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ સંમેલનમાં દૂરસંચાર વિભાગના અધિક મહાનિર્દેશક (સામાન્‍ય) શ્રી અજાતશત્રુ સોમાની, ડીઓટી નિર્દેશક શ્રી ગણેશ બકાડે, બીઆઈએસએજીએનના શ્રી દીપક કોબિયા, રિલાયન્‍સ-જીયોના શ્રી મુકેશ તિલાલા, મેડમોરા સ્‍ટાર્ટઅપ શ્રી અમૃત સિંહ, સીઓએઆઈ શ્રી ધનંજય, ડીઆઈપીએ શ્રી હરમંત સિંહ, આઈ.ટી. નિર્દેશક શ્રી કૃષ્‍ણ ચૈતન્‍યા તથા ડીટીઓટીના નિર્દેશક શ્રી મદનલાલે 5Gના ઉપયોગની બાબતો અને 5G સમાધાન, 5G રોલઆઉટ યોજના, સ્‍ટ્રીટ ફર્નિચર માટે આરઓડબ્‍લ્‍યુ નીતિ, ઓનલાઈન સરળ સંચાર પોર્ટલ પર 5G ફોર્મ, પીએમ ગતિશક્‍તિ એનએમપી પ્‍લેટફોર્મ અને કોલ બીફોર યૂ ડિગ મોબાઈલ એપ વગેરે જેવા મહત્ત્વના વિષયોની રજૂઆત કરવામાં આવી હતી.
5Gના માધ્‍યમથી ઉદ્યોગોને નવા રૂપ આપવા, સમાજ ઉપર પ્રભાવ નાંખવા અને વહીવટીતંત્ર અમને વધુ કનેક્‍ટેડ અને કાર્યક્ષમ વિશ્વ તરફ લઈ જવાના પ્રયાસો કરી રહ્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમ 5G ટેક્‍નિકની ક્ષમતાને પ્રદર્શિત કરતા કનેક્‍ટિવિટી અને નવાચારના નવા યુગનું નિર્માણ કરવાનો વાયદો આપતા હોવાનું દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી વિભાગના નિર્દેશકશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું થઈ રહેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah

દમણ : પાવરગ્રીડ દ્વારા ઊર્જા સંરક્ષણ પર રાજ્‍ય કક્ષાની ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

Leave a Comment