August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: ફડવેલના ગામતર સ્‍થિત મુખ્‍ય પ્રાથમિક શાળામાં હાલે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે 8 જેટલા ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં રેતી સહિતનું માલ સામાન હલકી કક્ષાનું વાપરી બાંધકામમાં ગુણવત્તા ન જળવાતી હોવાની ફરિયાદ મળતા સ્‍થાનિક જિલ્લા પંચાયત સભ્‍ય એસ.કે પટેલ તાલુકા સભ્‍ય મહેશભાઈ સરપંચ પતિ હરીશભાઈ સહિતના સ્‍થાનિક આગેવાનો સ્‍થળ મુલાકાત કરતા રેતી નબળી ગુણવત્તાવાળી અને બીજા કોલમમાં ડિઝાઈન મુજબ સળિયા પણ નાખવામાં ન આવેલું હોવાનું જણાવતા ડીપીઈઓને જાણ કરી સ્‍થળ પર કામની ગુણવત્તા સુધારીને કામ ચાલુ કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત સ્‍થળ પર સંપૂર્ણ વિગત સાથેનું પ્રોજેક્‍ટ બોર્ડ લગાવવા, રેતી, સિમેન્‍ટ, કપચી, સળિયા સહિતનું માલ સામાન ડિઝાઈન અને સ્‍પેસિફિકેશન મુજબનું વાપરવું કોન્‍ક્રીટમાં વાઈબ્રેટરનો ઉપયોગ કરવો સ્‍થળ પર નકશા, સ્‍ટ્રક્‍ચરની ડિઝાઈન, સ્‍પેશિફિકેશન રાખવા, મિક્ષ ડિઝાઈનની જોગવાઈ મુજબનું કોન્‍ક્રીટનો ઉપયોગ કરવા સહિતની લેખિત સૂચના આપી હતી.
જિલ્લા સદસ્‍ય એસ.કે.પટેલનાજણાવ્‍યાનુસાર તેમના મતવિસ્‍તારના ફડવેલમાં ઓરડાના બાંધકામમાં ગેરરીતિની ફરિયાદ મળતા સ્‍થળ મુલાકાત કરતા રેતી નબળી ગુણવતાની અને ડિઝાઈન મુજબ સળિયા બીમ કોલમમાં ન વપરાતા હોવાનું માલુમ પડતા તે અંગે ડીપીઈઓને જાણ કરી ડિઝાઈન અને સ્‍પેશિફિકેશન મુજબ કામ કરતા કોન્‍ટ્રાકટરને લેખિત સૂચના આપી છે.

ગાંધીનગરની ટીમ દ્વારા લેવાયેલા નમૂનાનો રીપોર્ટ આવ્‍યા બાદ કામ શરૂ કરવું : અગ્રણી કલ્‍પેશ પટેલ

ચીખલી નજીકના સમરોલીની પ્રાથમિક શાળામાં નબળી ગુણવતાની ફરિયાદના કારણે ઓરડાના બંધ પડેલા બાંધકામના સ્‍થળે માલ સામાન ઉચકવા આવેલા કોન્‍ટ્રાકટરના માણસોને ગામના સરપંચ સહિતના આગેવાનોએ અટકાવ્‍યા હતા. સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં સીત્તેર લાખ રૂપિયા બાંધકામમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકો દ્વારા ગત 5-ઓક્‍ટોબરના રોજ કામ બંધ કરાવ્‍યું હતું. જેમાં આજે માલ સામાન ભરવા આવેલ કોન્‍ટ્રાકટરના માણસોને સરપંચ પતિ મંગુભાઈ તલાવીયા આગેવાન કલ્‍પેશભાઈ સહિત ધસી જઈ સામાન ઉચકવા દીધું ન હતું. અને ગાંધીનગરની ટિમ દ્વારા લેવાયેલ નમુનાનો રિપોર્ટ આવ્‍યા બાદ જ કામ શરૂ કરવાનું અને ત્‍યારબાદ જ માલ સામાન ઉચકવા માટે રોકડું પરખાવી દીધું હતું. જોકે ડીપીઈઓ કામ ચાલુ કરાવવા આચાર્યનેદબાણ કરતા હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષમાં પ્રાથમિક શિક્ષણથી લઈ યુનિવર્સિટી સ્‍તર સુધીના શિક્ષણને લોકાભિમુખ-વિદ્યાર્થીલક્ષી બનાવવા કરેલા અનેક પ્રયાસો

vartmanpravah

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

Leave a Comment