June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

રાત્રિ ચૌપાલમાં દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલ, પંચાયત સચિવ અમિતાબેન પટેલ, પંચાયત સભ્‍ય શૈલેષભાઈ, અરુણ એકનાથ માલપૂરે, સામાજિક કાર્યકર્તા ભરતભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 02
દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ ખાતે સામાન્‍ય જનતા માટે એક રાત્રિ ચૌપાલનું આયોજન તા.01/01/2022નાન રોજ કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ) ઉપનિયમ 2021 જે 26મી જાન્‍યુઆરી 2022થી કેન્‍દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરવામા આવશે.
આ રાત્રિ ચૌપાલમાં દુણેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલ, પંચાયત સચિવ અમિતાબેન પટેલ, પંચાયત સભ્‍ય શ્રી શૈલેષભાઈ, શ્રી અરુણ એકનાથ માલપૂરે, સામાજિક કાર્યકર્તા શ્રી ભરતભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી. પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપઅંગે પણ જાણકારી આપવામા આવી હતી. જેમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય અને પંચાયત સચિવ સામેલ છે.
ઉપરાંત ગ્રામજનોને સૂચનાત્‍મક પેમ્‍ફલેટ પણ વિતરણ કરવામા આવ્‍યા હતા. જેમા બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી. ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે આગ્રહ કરવામા આવ્‍યો હતો. સામાન્‍ય જનતાને સ્‍વચ્‍છતા સુવિધાઓનો ઉપયોગ કરવાની સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ સંવેદનશીલ બનાવવામાં આવી હતી.
આ રાત્રિ ચૌપાલમાં પંચાયતના સરપંચ અને પંચચાયત સચિવ અને સામાન્‍ય જનતાને સૂચિત કરવામા આવી હતી કે, તા.26મી જાન્‍યુઆરી આ પ્રકારની સાપ્તાહિક આવી રાત્રિ ચૌપાલનું આયોજન કરવામા આવે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021અંગે જાગળત કરી શકાય અને ઉપનિયમ અને સ્‍વચ્‍છતાને જનભાગીદારી આંદોલન બનાવી શકાય.

Related posts

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

ઉમરગામ પાલિકાની સામાન્‍ય સભાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ગણેશ પર્વની ઉત્‍સાહ અને ભક્‍તિભાવ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

Leave a Comment