September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

ઓફીસ ગલ્‍સએ હિંમતથી બુમાબુમ કરતા લોકોએ લૂટારૂ યુવકને દબોચી લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.01: છેલ્લા કેટલાક દિવસથી વાપીમાં ક્રાઈમનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે બપોરે વાપી ટાઉનમાં આવેલ ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દહાડે 30 હજાર લૂંટની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામી હતી.
વાપી ટાઉનમાં બજાર વચ્‍ચોવચ ઈ-મિત્ર મની ટ્રાન્‍સફરની ઓફીસ કાર્યરત છે. ઓફીસમાં ઓફીસ ગર્લ્‍સ બપોરે એકલી હતી ત્‍યારે ગ્રાહકના સ્‍વાંગમાં બેગ લઈને એક યુવાન પ્રવેશ્‍યો હતો. થોડીક મિનિટોમાં યુવકે ચપ્‍પુ કાઢી યુવતીને ડરાવી ધમકાવી કેશમાં રહેલા 30 હજાર રોકડા લૂંટી લીધા હતા. યુવતીએ ગભરાયા વગર હિંમત પૂર્વક સામનો પણ કર્યો હતો. હાથાપાઈ પણ કરી હતી પરંતુ લૂંટારૂ યુવક ભાગે તે પહેલા એકઠા થયેલા લોકોએ દબોચી લઈને પોલીસને સોંપ્‍યો હતો. વાપીમાં ધોળે દહાડે ઘટેલી લૂંટની ઘટનામાં યુવતીની સમય સુચકતા અને હિંમત કામ કરી જતા 30 હજાર પરત મળ્‍યા હતા.

Related posts

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે દીવ ન.પા.ને જીતવા શરૂ કરેલા તેજ પ્રયાસો:  ન.પા.ના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

vartmanpravah

Leave a Comment