October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

રાજ્યમાં મકાઈમાંથી ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે પણ એમઓયુ થયા
કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે એ આજના સમયની માગઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

 

નવી દિલ્હી, તા. 14
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૪ થી ૧૬ ડિસેમ્બર 2021 દરમિયાન ત્રિદિવસીય પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે. તે અંતર્ગત આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે કેન્દ્રીય ડેરી અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉદ્ઘાટન કર્યુ હતું.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણું મહત્વનું છે. આ અભિગમને ધ્યાનમાં રાખી તથા અન્ય દાતાઓને સક્ષમ કરવા પ્રધાનમંત્રીના દિશા સૂચન અનુસાર ભારત સરકારે ખેતીના વિવિધ પાસાઓ માટે અનેક પહેલ કરી છે. તેના અનુસંધાને ‘એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એટલે કે સહકારના નવા યુગનો આરંભ’ વિષય ઉપર ત્રણ દિવસ દરમિયાન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. તે જાન્યુઆરી 2020માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિની પ્રિ-સમિટ રૂપે યોજાઈ રહી છે. જેમાં કૃષિકારો, વૈજ્ઞાનિકો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, પ્રગતિશીલ ખેડૂતો માટે આ જાણકારીની આપ-લે થશે.
શ્રી રૂપાલાએ જણાવ્યું કે ભારત સરકારે સહકારથી સમૃદ્ધિ માટે પાંચ હજાર કરોડનું ફંડ આપ્યું છે. નર્મદા યોજના અગાઉ ૧૮ લાખ હેક્ટરમાં ઈરીગેશન થતું હતું. પરંતુ નર્મદા યોજના પૂરી થયા પછી ૩૬ લાખ હેક્ટરમાં ઈરીગેશન થશે. જેનાથી ખેત ઉત્પાદનમાં ઘણો વધારો પણ થશે. જેને કારણે હવે પ્રોસેસિંગમાં વિપુલ તકો ઉપલબ્ધ થશે. વધુમાં તેમણે જણાવ્યું કે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ડેરી વિભાગના દરવાજા ખુલ્લા છે. વાઇબ્રન્ટ ગુજરાતના આ દસમા સંસ્કરણ નવી ઊંચાઈ પ્રસ્થાપિત કરશે, ભારત થકી રોકાણકારોને આકર્ષિત કરીને રાજ્યની સુખ-સમૃદ્ધિ નવી દિશામાં લઈ જવાનોં માર્ગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશસ્ત કર્યો છે. રોકાણકારો નીતિ નિર્ધારકો ઉપભોક્તા એક છત નીચે લાવવામાં વાઇબ્રન્ટ ગુજરાત સફળ રહ્યું છે. આત્મનિર્ભર ભારત યોજના થકી કેન્દ્ર સરકાર દ્વારા એક લાખ કરોડની જોગવાઇ કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં નવા પ્રયોગો અને સંશોધન કરવા માટે સરકાર સતત પ્રોત્સાહિત છે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે કૃષિકારોની આર્થિક સમૃદ્ધિને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે એ આજના સમયની માંગ છે. જૈવિક ખેતી કરતાં જીવામૃત ખેતી વધુ અસરકારક છે. જૈવિક ખેતીમાં બહારના દેશોમાંથી લવાતા અળસિયા ભારતની આબોહવામાં જીવી શકતા નથી. તે ખેતી માટે કામ આવી શકતાં નથી. આવું હરિયાણાના વૈજ્ઞાનિકોના સંશોધનથી ફલિત થયું છે. તેની સામે જીવામૃત અસરકારક છે. માનવજાત દ્વારા પ્રકૃતિને બહુ નુકસાન થયું છે. ધરતી કસ વગરની થતી જાય છે. હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો કુદરતનું પણ જતન કરી શકીશું. હાલમાં અનેક પ્રકારના સંશોધનો થયા છે તો કૃષિમાં પણ સંશોધન જરૂરી છે એમ જણાવી વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે યોજાયેલ આ સમિટ દેશના ખેડૂતોના જીવનમાં ખુશાલી સાથે સમૃદ્ધિ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉદ્ઘાટન સમારંભ આચાર્ય દેવવ્રત તથા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ આત્મનિર્ભર ફાર્મર્સ ઓફ ગુજરાત રોડ મેપ 2030 તથા ગર્વિત સહકારી ક્ષેત્ર વિષયક પુસ્તકોનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીઓએ પણ ઉદબોધન કર્યા હતા.
આજના ઉદ્ઘાટન સમારંભમાં ઘણા મોટા એમઓયુ પણ થયા હતા. કેન્દ્રીય ડેરી મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા તથા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયેલા સમજૂતી કરારોમાં આમાન્યા ઓર્ગેનિક પ્રા.લી. દ્ધારા ૧૫૦ કિલો લીટર પ્રતિદિન ક્ષમતા માટે ઇથેનોલ પ્લાન્ટ માટે રૂા.૧૯૨ કરોડના સમજૂતી કરાર, ઇસ્કોન બાલાજી ફુડ દ્ધારા હિંમતનગરમાં સ્નેકના ઉત્પાદન માટે ફ્રોઝન પ્રોટેટો બેઇઝ પ્લાન્ટ માટે રૂા.૫૦૦ કરોડના સમજૂતી કરાર, ગાંધીનગરમાં એગ્રી પ્રોડ્યુસ ગ્રીન ઇ-કોમર્સ પ્રોજેક્ટ માટે રૂા.૨૦૦ કરોડના સમજૂતી કરાર, ડી.એ.પી.એસ.ઇન્ફા.પ્રા.લી. ૧૫૦ કિલોલીટર ક્ષમતાના પ્લાન્ટ માટે રૂા.૧૯૨ કરોડ, પારસ સ્પાઇસીસ દ્ધારા રાજકોટ ખાતે રૂા.૧૦૦ કરોડના કરાર, યુપીએસ દ્ધારા રૂા.૫૦૦ કરોડના ખર્ચથી દહેજમાં ૫૦૦ કિલોલીટર પ્રતિદિનની ક્ષમતાના ઇથેનોલ પ્લાન્ટ માટે કરાર, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકીસ વોટર એન્ડ એગ્રીકલ્ચર દ્ધારા માળખાગ સુવિધા માટે રૂા.૨૫ કરોડ તથા લુના કેમિકલ્સ પ્રા.લી. દ્ધારા પ્રતિદિન ૫૦૦ કિલોલીટર ક્ષમતાના ઇથેનોલ પ્રોજેક્ટ માટે રૂા.૬૫૦ કરોડના સમજૂતી કરાર સામેલ છે.
આ પ્રસંગે રાજ્ય સરકારના કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, કુટીર ઉદ્યોગ તેમજ સહકારી ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

વાપી છરવાડા નેપાળી પરણિતાનો હત્‍યારો ઝડપાયો: હત્‍યા સમયે બ્‍લેડના આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યો

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

Leave a Comment