Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

ડી.વાય.એસ.પી. કુલદીપ નાઈ, સરકારી વકીલ ત્રિવેદી, પારડી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ પટેલ અને વકીલ મંડળના સાહિસ્‍તાબેને લોકોને નવા કાયદા અંગેની આપેલી સમજ

બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઈપીસી, સીઆરપીસી અને ઈન્‍ડિયન એવિડન્‍સ એક્‍ટનો અંત. હવે ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિયમનો અમલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: તારીખ 1.7.2024 ના રોજ થી સમગ્ર ભારતમાં ભારત સરકાર તરફથી બ્રિટિશ કાળથી ચાલી આવતા ત્રણ કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને ઈન્‍ડિયન એવિડીયન્‍સ એક્‍ટ ની જગ્‍યાએ સરકાર તરફથી નવા ત્રણ કાયદાઓ ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિયમનો અમલ જેવા કાયદાઓ અમલમાં આવ્‍યા છે. આ કાયદાઓને લઈ નાગરિકોને સુરક્ષાના વધુ અનુભવ થશે અને પોલીસને કાર્ય કરવાની સરળતા રહેશે. ગુનેગારોએ પોતાની પેટન બદલતા તેઓની ટેકનીકને પહોંચી વળવા કાયદાનો ડર રહે એવો કાયદો અમલમાં આવ્‍યોછે.
આ ત્રણે કાયદાઓની સમજની સાથે સાથે ડીવાયએસપી કુલદીપ નાઈ એ હાલમાં વધી રહેલ સાયબર ક્રાઈમની વિસ્‍તૃત માહિતી ઉપસ્‍થિત લોકોને આપી સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય એની સમજ આપી હતી. સાથે સાથે આપણા ઘરે કામ કરવા માટે આવતા મજૂરોના છોકરાઓ અને આપણી શક્‍તિ પ્રમાણે મદદ કરી એમને સ્‍કૂલમાં ભણાવવા મોકલવા એ આપણી જવાબદારી હોય એને નિભાવવાની જોઈએ.
આ ઉપરાંત વલસાડ પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓએ પોતાનું ગ્રેજ્‍યુએશન પૂર્ણ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ માટે વલસાડ પોલીસ હેડકવાટર દ્વારા સરકારી નોકરીઓ માટેની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન ફ્રીમાં ચાલી રહ્યું હોય એમની સાથે સાથે ફિઝિકલ રીતે પણ ટ્રેનિંગ આપી અગ્નિવીર આર્મી તથા પોલીસ માટે ભરતીની તૈયારી પણ કરાવવામાં આવતી હોય એનો લાભ લેવાનું જણાયું હતું.
આજના આ સેમિનારમાં પારડી તાલુકાના સરપંચો, નગરના પ્રબુદ્ધ નાગરિકો તથા મોટી સંખ્‍યામાં મહિલાઓ પધાર્યા હતા. મહિલાઓને લગતા સુરક્ષાના કાયદાઓ અંગે વકીલ મંડળના સાહીસ્‍તાબેને મહિલાઓને માહિતગાર કર્યા હતા. આભાર વિધિ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવીએ નિભાવી હતી.

Related posts

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા. 10 કરોડના વિવિધ વિકાસ કામોનું નાણામંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

Leave a Comment