(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સેલવાસમાં વિવિધ સોસાયટી સાથે પ્રમુખ ગાર્ડન સોસાયટીની મહિલાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કડવા ચોથ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીની મહિલાઓ સામૂહિક રીતે ટેરેસ પર ભેગી થઈ દેવી માંૅ પાર્વતીની પૂજા બાદ ચંદ્રને નિહાળ્યો હતો. સોસાયટીની મહિલાઓએ જણાવ્યુ કે કડવા ચોથ વ્રત હિન્દુ ધર્મની મહિલાઓમાટે મુખ્ય તેહવારોમાથી એક છે. આ વ્રત સુહાગીની મહિલાઓ દ્વારા ખુશહાલ વૈવાહિક જીવન, પતિની લાંબી ઉંમર અને ઉત્તમ સ્વાસ્થ્યના માટે સવારથી જ અન્ન જળ વગર વ્રત રાખે છે અને રાત્રે ચારણી વડે ચંદ્રમાને આરાધ્યા આપી પોતાનુ વ્રત ખોલે છે.