October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

આયુષ્‍યમાન કાર્ડ હવે મોબાઈલ દ્વારા ઓનલાઈન બનાવવું બન્‍યું સરળ,
સેન્‍ટર પર જવાની જરૂર નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: રૂ.10 લાખ સુધીનું આરોગ્‍ય કવચ આપતા આયુષ્‍યમાન ભારત કાર્ડ માટે હવે આરોગ્‍ય કેન્‍દ્ર કે અન્‍ય સેન્‍ટરો કે કચેરીમાં જવાની જરૂર નથી. ઘર બેઠા મોબાઈલ દ્વારા ઓનલાઈન પ્રક્રિયાથી આયુષ્‍યમાન કાર્ડ બની જશે. વલસાડ જિલ્લામાં અત્‍યાર સુધીમાં એન.એફ.એસ.એ. રેશન કાર્ડ ધરાવતા 32188 લોકોના આયુષ્‍યમાન કાર્ડ પી.એમ.જે.એ.વાય.ની નવી માર્ગદર્શિકા મુજબ બની ચૂકયા છે.


પી.એમ.જે.એ.વાય. (પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના) – મા યોજના/ આયુષ્‍માન ભારત કાર્ડ ગ્‍ત્‍લ્‍ 2.0 એપ્‍લિકેશનમાં એનરોલમેન્‍ટની સરળ કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગેની જરૂરી માહિતી અર્થે કેન્‍દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્‍યું છે કે, સૌ પ્રથમ મોબાઈલ દ્વારા પ્‍લે સ્‍ટોરમાં લોગીન થઈને આયુષ્‍માન એપ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp&pli=1 ડાઉનલોડ કરવાની રહેશે, ત્‍યારબાદ બેનીફીસરીના ઓપ્‍સન પર કલીક કરી લોગીન કરવું અને પોતાનો મોબાઈલ નંબર એન્‍ટર કરીવેરીફાઈ કરવો. ત્‍યારબાદ ઓ.ટી.પી. એન્‍ટર કરી લોગીન કરવું અને ત્‍યારબાદ રેશન (સરકારી અનાજ) લેતા એન.એફ.એસ.એ.ના કુટુંબનો રેશનકાર્ડનો નંબર ફેમિલી આઈ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબના તમામ સભ્‍યોની વિગતો બતાવશે. આ પ્રકિયા અંતર્ગત આગળ જતાં બાકી રહેલા સભ્‍યોની સામે ક્‍લિક કરવું અને આધાર કાર્ડ નંબર આવશે તેને વેરીફાઈ કરવું. જેથી આધાર સાથે લિન્‍ક મોબાઈલ નંબર પર ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવું. ત્‍યારબાદ આધાર કાર્ડમાં આવેલા ફોટાની બાજુમાં જે તે લાભાર્થીનો લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે, ફેમીલીના કોઈપણ સભ્‍યોનો મોબાઈલ નંબર નાખી ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવો તથા આધાર કાર્ડ મુજબ પિનકોડ, જિલ્લો, તાલુકો, ગામની વિગતો ભરવી. ત્‍યારબાદ સબમીટ કરતાં એનરોલમેન્‍ટની પ્રોસેસ પૂર્ણ થાય છે. ત્‍યારબાદ ડાઉનલોડ પર ક્‍લિક કરી આયુષ્‍માન ભારત કાર્ડ પી.ડી.એફ. સ્‍વરૂપે લાભાર્થીને ગણતરીના કલાકોમાં મળી જશે.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

વાપી ICDS વિભાગ દ્વારા આયોજીત ૭મા પોષણમાસ કાર્યક્રમની પૂર્ણાહુતિ

vartmanpravah

સેલવાસ-ડોકમરડી ફલાયઓવર બ્રિજ નજીક રીંગ રોડ પર ટ્રકની ટક્કર વાગતા સાયકલ સવારનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment