માથા ઉપર ઈજાના નિશાન હોવાથી હત્યા કરીને લાશને ફેંકી દેવાયેલી હોવાનું પ્રાથમિક તારણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : નાની દમણના દેવકા ખાતે નમો પથના સમુદ્ર કિનારે એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલી લાશ મળતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ દેવકાના સમુદ્ર કિનારે માથા ઉપર ઈજાના ઘા સાથેની એક બોડી દેખાતા દેવકા બીટ પોસ્ટના પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલ મરવડ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતાં આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં અજાણ્યા મૃતક બિકાનેર રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં સુરતથી દમણ આવ્યો હોવાનુંજાણવા મળ્યું હોવાનું પોલીસે અખબારી યાદીમાં જણાવ્યું છે. પરંતુ મૃતકનું પુરૂં નામ અને સરનામું તથા તેમના પરિવારજનોની કોઈ માહિતી મળી શકતી નથી. તેથી દમણ પોલીસે મૃતકના સંબંધમાં કોઈપણ જાણકારી હોય તો પોલીસ કંટ્રોલ રૂમ દમણ મોબાઈલ નં. 7863885726, કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયા મો.7698270343, લેન્ડલાઈન નંબર (0260)222033 અને તપાસ અધિકારી મોબાઈલ નં.97125 88557 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.