September 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.02 : નાની દમણ પોલીસે છેતરપિંડી કરવાના કેસમાં આરોપી શૌકત અનવર મીઠાણીની ધરપકડ કરીને બુધવારે દમણની કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટમાંથી તેમને જામીન મળતા છોડી દેવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણમાં રહેતી એક મહિલાએ ગત તા.31મી ઓક્‍ટોબરના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્‍યું હતું કે, વર્ષ 2023માં શૌકત મીઠાણીએ રાણા સ્‍ટ્રીટમાં એક બિલ્‍ડીંગનું નિર્માણ કર્યું હતું. જેમાં આ મહિલાએ પણ એક ફલેટ ખરીદવાની ઈચ્‍છા દર્શાવી હતી. જેના માટે શૌકત મીઠાણીએ મહિલા પાસેથી 10લાખ રૂપિયા રોકડા લઈને તેણીને સહીવાળી રસિદ આપી હતી. મહિલાએ જ્‍યારે ફલેટ બાબતે પૂછ્‍યું તો આરોપી શૌકત મીઠાણી એને ટાળતા રહ્યા. આખરે મહિલાએ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં આવીને તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ બાબતે દમણ પોલીસે આઈપીસીની 420 અને 506 કલમ મુજબ કેસ નોંધ્‍યો હતો અને શૌકત મીઠાણીની મંગળવારની રાત્રિએ ધરપકડ કરી હતી. પોલીસે બીજા દિવસે આરોપીને દમણ કોર્ટમાં જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ સામે હાજર કર્યા હતા. જ્‍યાં આરોપી શૌકત મીઠાણીને જામીન આપવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

vartmanpravah

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

નાનાપોંઢા ચાર રસ્‍તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્‍ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્‍યા

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડામાં પ્‍લાસ્‍ટિક મુક્‍ત શાળા મહા અભિયાનનો આરંભ

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

Leave a Comment