December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીના લાયન મુકેશ પટેલ શૈક્ષણિક અને પ્રિન્‍ટ મીડિયા ક્ષેત્રે દીર્ઘકાળથી સંકળાયેલા છે. તેમણે લાયન્‍સ પરિવારમાં જોડાયા બાદ માનવ સેવાના અનેકો ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરી ડીસ્‍ટ્રીક્‍ટર 3232-એફ2 અને મલ્‍ટીપલનું દેશ, દુનિયા અને સમાજમાં ગૌરવ વધાર્યું છે.
મુકેશ પટેલ વ્‍યવસાયીક વ્‍યસ્‍તતા છતાં સામાજિક ક્ષેત્રે સેવાકીય કામ કરવાના ઈરાદે સને 2008માં લાયન્‍સ પરિવારમાં જોડાયા હતા. વાપીમાં લાયન્‍સ ક્‍લબની સ્‍થાપના 1963માં થઈ હતી અને છ દાયકામાં લાયન્‍સ ક્‍લબ વાપીએ અનેકો પદાધિકારીઓનું સફળ નેતૃત્‍વ આપ્‍યું છે અને એવા વિરલ નેતૃત્‍વની પ્રેરણાથી મુકેશ પટેલ પણ તે પથ પર ચાલી ગર્વ અનુભવે છે.
2014માં મુકેશ પટેલ વાપી લાયન્‍સ ક્‍લબના પ્રમુખ બનતાં સમાજ સેવાનો યજ્ઞ આગળ વધારી 15થી વધુ નેત્ર નિદાન શિબિરઅને 150 વધુ મોતિયાબિંદના સફળ ઓપરેશન અને 2000થી વધુ ચશ્‍માનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે પારડી તાલુકાની 100થી વધુ પ્રાથમિક શાળાઓમાં ચિત્રકામ સ્‍પર્ધા યોજી બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. મુકેશ પટેલના નેતૃત્‍વમાં ક્‍લબે રિજિયન ચેરમેન-ઝોન-ચેરમેન અને ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નરની મુલાકાતનો કાર્યક્રમ પ્રથમવાર હોટલમાં યોજી સફળ નેતૃત્‍વની શાખા બનાવી હતી. રમતગમત ક્ષેત્રે વાપી લાયન્‍સ ક્‍લબે પ્રથમવાર ડિસ્‍ટ્રિક્‍ટમાં એથ્‍લેટીક્‍સ સ્‍પર્ધા યોજી હતી, જેમાં જિલ્લાના 1000થી વધુ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર પી.ડી. ખેડકરના હસ્‍તે બેસ્‍ટ સ્‍પોર્ટ્‍સના એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા.
2022-23માં મુકેશ પટેલના ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર તરીકેના કાર્યકાળમાં તેઓ લાયન્‍સ ક્‍લબની સેવાઓ 1 કરોડ 30 લાખ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. મુકેશ પટેલના નેતૃત્‍વમાં વર્ષ દરમિયાન મેમ્‍બરશિપના સેમિનારો, લીડરશીપના સેમિનારો, ઓરિએન્‍ટેશન પ્રોગ્રામો અને લાયન્‍સ કવેસ્‍ટના 22 ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામો કરીને સમગ્ર સમગ્ર ડિસ્‍ટ્રિક્‍ટને પ્રશિક્ષણ આપવામાં સફળ રહ્યાં હતા. ડિસ્‍ટ્રિક્‍ટમાં 14 નવી ક્‍લબો ઉમેરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન 336 મેમ્‍બરોનો નેટ ગ્રોથ કરી ગુજરાતમાં નંબર 1 બન્‍યાં હતા અને નિઃસ્‍વાર્થ ભાવેખુલ્લા હાથે સભ્‍યોએ લાયન્‍સ ફાઉન્‍ડેશનને 34,000 ડોલરનું ડોનેશન આપ્‍યું હતું.
મુકેશ પટેલે સમગ્ર વર્ષ દરમિયાન ડિસ્‍ટ્રિક્‍ટ 3232એફ-2ને નંબર-1 બનાવવામાં સફળ રહ્યાં હતા. તેમને વર્ષ દરમિયાન આઈએસએએમઈ એવોર્ડ ઈન્‍ટરનેશનલ એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા. પાસ્‍ટ ઈન્‍ટરનેશનલ ડિરેક્‍ટર પ્રવીણ છાજેડે મંચ પરથી ‘ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર કૈસા હોના ચાહયે – મુકેશ પટેલ જૈસા હોના ચાહયે’નો નારો બુલંદ કરતાં લોકોએ તેને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્‍યો હતો. આ વર્ષ દરમિયાન ડિસ્‍ટ્રિક્‍ટ ક્ષેત્રે અનન્‍ય કામગીરી બદલ મુકેશ પટેલને વાઈસ મલ્‍ટીપલ કાઉન્‍સિલ ચેરમેનની પોસ્‍ટ ગુજરાત લેવલે લીડરશીપ કરવાની તક આપવામાં આવી હતી, જે ડિસ્‍ટ્રિક્‍ટ 3232એફ-2 અને સમાજ માટે ગૌરવની વાત છે. જો કે મલ્‍ટીપલ એટલે કે ગુજરાતની વાત કરીએ તો 600થી વધુ ક્‍લબોનું નેતૃત્‍વ કરવું એ પણ સમગ્ર લાયન્‍સ પરિવાર અને સમાજ માટે અનેરી સિદ્ધિ બની હતી.
મુકેશ પટેલ લાયન્‍સ ઈન્‍ટરનેશનલ અને શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત અનેકો ક્ષેત્રે સંકળાયેલા છે. 2005થી તેમના મુદ્રક-પ્રકાશક અને સંપાદકીય નેતૃત્‍વમાં ‘વાપી સમાચાર’ નામનું સાપ્તાહિક પ્રકાશિત થાય છે, તેઓ આઈઆઈએમએમ અને સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ્‍સ એસોસિએશન, વલસાડમાં સેવા આપે છે. તેઓ કરાટે એસોસિએશનમાં સક્રિય છે અને ઈસ્‍કોનમાંલાઈફ મેમ્‍બરશિપ ધરાવે છે, આમ મુકેશ પટેલ બહુમુખી પ્રતિભાના માલિક છે, છતાં તેમનો મુખ્‍ય ધ્‍યેય સામાન્‍ય લોકોને મદદરૂપ બનવાનો રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

Leave a Comment