(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.06: ચીખલી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ-એન.એમ.આહીર, પીએસઆઇ-સમીર કડીવાલા, હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ, વિજયભાઈ દેવાયતભાઈ સહિતનો સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન બાતમી મળી હતી કે ખૂંધ પોકડા નિશાળ ફળીયામાં સંજયભાઈ ગાંડાભાઈ કોળી પટેલના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો હારજીતનો જુગાર કેટલાક ઈસમો રમી રહ્યા છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે રેઇડ પાડતા ગોલકુંડાળુ કરી જુગાર રમતા સંજય ગાંડાભાઈ કોળી પટેલ (ઉ.વ 46) (રહે.પોકડા નિશાળ ફળીયાતા.ચીખલી), હિરલ ત્રિકમભાઈ ધોડિયા પટેલ (ઉ.વ-30) (રહે.બામણવેલ મોચી ફળીયા તા.ચીખલી), સુરેશ ગોપાલભાઈ હળપતિ (ઉ.વ-43) (રહે.ખૂંધ પોકડા ગોઠણ ફળીયા તા.ચીખલી), નરેશ કાંતુભાઈ નાયકા પટેલ (ઉ.વ-38) (રહે.આલીપોર મજીવેડ ફળીયા તા.ચીખલી)ને ઝડપી પાડી રોકડા રૂ.32,790/-, પાંચ નંગ મોબાઇલ કિ.રૂ.18,000/- તેમજ બે મોટર સાયકલ કિ.રૂ.45,000/- મળી કુલ્લે રૂ.95,790/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસની રેઇડ જોઈને ફરાર થઇ જનાર બે શખ્સો જેમાં વિજય પ્રભાકર ઝોમઘાડે (રહે.બામણવેલ પહાડ ફળીયા તા.ચીખલી) તથા ઉત્તમભાઈ રાયસિંગભાઈ પટેલ (રહે.માણેકપોર નહેર ફળીયા તા.ચીખલી) બન્ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા.
