Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ‘‘વહેચવાથી આનંદ બમણો મળે છે” આ કહેવતને શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવની પૂર્વ પ્રાથમિક શાળાના વાલીઓએ સાકાર કરી છે.
સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ પૂર્વ પ્રાથમિક દ્વારા આયોજિત મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધામાં 175 વાલીઓએ ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર રચનાઓ કરી હતી. તેમના દ્વારા બનાવેલ થાળી, તોરણ, મીણબત્તીઓ અને દીવા વેચીને એકત્ર થયેલા પૈસાથી પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો અનાથ બાળકોને મળ્‍યા હતા. મોટાપોંઢા ગાંધી આશ્રમમાં તેમના શિક્ષકો સાથે સહકાર લઈ તેઓને બિસ્‍કિટ, ચોકલેટ અને પાવભાજી આપીને તેમની સાથેદિવાળી (પ્રકાશનો તહેવાર) માણ્‍યો હતો. આ પ્રવૃત્તિ દરમિયાન અમે બાળકોને શેરિંગ અને કેરિંગનું મહત્‍વ શીખવ્‍યું હતું. તે ખૂબ જ આનંદદાયક હતું અને ગાંધી આશ્રમના બાળકોના ચહેરા પર સ્‍મિત લાવવામાં અમે સફળ રહ્યા. આ પ્રવૃતિને સફળ બનાવવા માટે અમને સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી અને ટ્રસ્‍ટીઓ અને નિયામક આચાર્યોનો સંપૂર્ણ સહયોગ મળ્‍યો હતો.

Related posts

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં હવે જાહેર જનતા માટે ઉદ્યાન, પાર્ક વગેરે પણ ખુલી રહ્ના છે અને પ્રદેશના બીચ અને બીચ રોડ વીક ઍન્ડ શનિ-રવિ અને જાહેર રજાને છોડતાં બાકીના તમામ દિવસોઍ ખુલ્લા રહેશે.

vartmanpravah

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

Leave a Comment