October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

કોહિનુર હોટલના માલિક દ્વારા 36000 સ્‍કે.મીટર સરકારી જમીન પર દબાણ કરી પાર્ટી પ્‍લોટ, સ્‍ટાફ ક્‍વાર્ટર વગેરે બનાવાયા હતા

(ફૈઝાન સિદ્દી દ્વારા)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ,તા.06
દીવ ની પ્રખ્‍યાત હોટલ કોહિનૂર ના માલિક દ્વારા 36 હજાર સ્‍ક્‍વેર મીટર સરકારી જમીનનું દબાણ કરેલ જેને આજે દૂર કરી દીવ પ્રશાસને પઝેશન લઈ લીધુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવના કલેકટર શ્રીમતી સલોની રાયના આદેશ અને મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજાના નેતળત્‍વમાં આજે દીવની કોહિનૂર હોટલનું પઝેસન લીધુ અને ગેરકાયદેસર બાંધકામને હટાવવામા આવ્‍યું હતું.
આજે સવારથી પોલીસ બંદોબસ્‍ત સાથે સીટી સર્વે તથા મામલતદારનાસ્‍ટાફે કોહિનૂર હોટલ પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કલેકટર શ્રીમતી સલોની રાય, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી હરમિન્‍દર સિહ, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા ઉપસ્‍થિત રહ્યા હતા. લગભગ એક વર્ષથી ફરીયાદના આધારે કોહિનૂરની પાછળની તથા આસપાસની જગ્‍યાનો કેસ દીવ કલેકટરમાં ચાલતો હતો. જેનો ચૂકાદો આવતા આજે સવારથી જ કોહિનૂરની આસપાસ તથા પાછળની જમીનની માપણી કરવામાં આવી હતી. ત્‍યારબાદ 36 હજાર સ્‍ક્‍વેર મીટર જેટલી જમીન પર ગેરકાનૂની બાંધકામ જોવા મળ્‍યું હતુ. જેમાં પાર્ટી પ્‍લોટ, સ્‍ટાફ કવાર્ટર, તથા અન્‍ય ખૂલ્લી જગ્‍યા પર બનાવેલ દિવાલ વગેરેને આજે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્‍યું હતું.
કોહિનૂર હોટલના માલિક યતિન ફુગ્રો દ્વારા દબાણ કરેલ જમીન પર બુલડોઝરના માધ્‍યમથી ગેરકાયદે બનાવેલ બાંધકામને દુર કરવામાં આવ્‍યું હતું. દીવની પ્રખ્‍યાત હોટલોમાંની આ એક હોટલ છે જેમાં નામી રાજનેતાઓ અને ફિલ્‍મ અભિનેતા-અભિનેત્રીઓ પણ રોકાણ કરી ચૂકયા છે, કોહિનૂરની ફરતી સાઈડ 36000 સ્‍ક્‍વેર મીટર જમીન હતી જે ક્‍લાસ ટુ છે અને આ જમીનના દસ ટુકડા એટલે કે 36 હજાર સ્‍ક્‍વેર મીટર ગેરકાયદે કોહિનૂર અને કલ્‍પના ડિસલરીના નામે કરવામાં આવી હતી. જેનું આજે પઝેસન લઈ સરકારે તેના નામ પર કરી હતી.

Related posts

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment