Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: આજરોજ કોળી પટેલ સમાજનું આસ્‍થાનું પ્રતિક ડાભેલ, ચલા, બલીઠા વચ્‍ચે આવેલ ડુંગર ઉપર હિંગળાજ માતાના મંદિર ઉપર સવારથી કલગામના સંજય પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્‍યામાં ભક્‍તજનોની વચ્‍ચે માઁ હિંગળાજના શાનિધ્‍યમાં અનુષ્‍ઠાન કરવામાં આવેલ. કોળી પટેલ સમાજ ડાભેલના અનેક યુવાનો દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને હિન્‍દુ સંસ્‍કૃતિને ઉજાગર કરવા માટે એક આસ્‍થાનું પ્રતિક એવા સંજયભાઈમાં રહેલ માતાજીની શક્‍તિનું પ્રદર્શન સહુ ભક્‍તોની વચ્‍ચે કરતા સહુ ભક્‍તો આજે માતાજીની શક્‍તિનું આબેહૂબ દર્શનને શ્રદ્ધામાં વધારે કરતા જોવા મળ્‍યા છે. ખરેખર માઁ હિંગળાજની અસીમ કૃપા સહુ ઉપર વરસાવે એવી માતાજીને સંજયભાઈ પટેલ સાથે રહી એમના ભક્‍તજનો દ્વારા કરવામાં આવે છે. સાથે સાતે ડાભેલના યુવાનો દ્વારા 3 હજાર જેટલા ભક્‍તજનો માટે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરતા એક આનંદ સાથેઆસ્‍થાનું પ્રતિક બની રહેલ હિંગળાજ માતાજી સહુ ઉપર દયા ભાવના વરસાવે એવી માતાજીને સહુ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.

Related posts

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

બુધવારે દમણવાડા ગ્રા.પં. કાર્યાલય ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

vartmanpravah

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મુંબઈ આઈઆઈટીના સહયોગથી પાવર સિસ્‍ટમ, પાવર સપ્‍લાય અને પાવર સિસ્‍ટમ ઘટકોના માળખા ઉપર યોજાયેલ વ્‍યાખ્‍યાન

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

Leave a Comment