January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: દિવાળીના પર્વ નિમિત્તે નવસારી જમશેદ બાગ ખાતે આવેલી સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓનું આયોજનકરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં ધોરણ-1 થી 5 ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ-1 માં દિવડા ડેકોરેશન, ધોરણ-2 માં કંડીલ સ્‍પર્ધા, ધોરણ-3 માં આરતી ડેકોરેશન, ધોરણ-4 માં કાર્ડ બનાવવા, ધોરણ-5 માં રંગોળી જેવી સ્‍પર્ધાઓનું અયોજન કરવામાં આવ્‍યું હતું. બાળકોએ આ અવનવી સ્‍પર્ધાઓમાં ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇ, પોતાનામાં રહેલી કળાને પ્રદર્શિત કરી હતી.
વિવિધ સ્‍પર્ધાઓમાં બાળકોને કળતિને આધારે પ્રથમ, દ્વિતિય અને તૃતીય તેમજ આશ્વાસન નંબરો આપી સન્‍માનિત કર્યા હતાં. નિર્ણાયક તરીકે ગૌરીબેન પટેલ, પરિનાઝ, જહાન્‍વીબેન અને સેફાલીબેને ફરજ બજાવી હતી. શાળાના આચાર્યા શ્રીમતી કડોદવાલાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા દિવાળીની સ્‍પર્ધાઓની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના મસાટની સરકારી માધ્‍યમિક શાળાના પ્રાંગણમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

વાપી એલજી હરિયા શાળા પાલિકા સ્‍વચ્‍છતા સર્વક્ષણ શાળા કેટેગરીમાં પ્રથમ

vartmanpravah

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

Leave a Comment