(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના અરનાલા ગામે રહેતા અને અરનાલા ચાર રસ્તા ખાતે એક શોપિંગ સેન્ટરમાં ફૂડહબ નામની ચાઇનીશ દુકાન ચલાવતા ઉર્વીશ હસમુખભાઈ પટેલે પોતાનો આઈ ફોન 13 મોબાઈલ દુકાનમાં ચાર્જમાં મૂકી દુકાનના કામમાં વ્યસ્ત બન્યા હતા ત્યારે કોઈ ચોર ઈસમ આવી આ તકનો લાભ લઈ ચાર્જમાં મૂકેલો આઈ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી ઉર્વીશે આ અંગે પારડી પોલીસ મથકે તેનો 35000 મૂલ્યોનો આઈફોન ચોરાયોહોવાની ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે બીટ જમાદાર ઉમેશભાઈ અને ભરતભાઈએ વધુ તપાસ હાથ ધરી હતી અને બંનેની મહેનત ફળી હતી અને ટેકનિકલ એનાલિસિસ આધારે પોલીસને મોબાઈલ ચોરનાર નિતિન મહેશભાઈ આસાર્ય ઉવ 20 રહે.કપરાડા દિનબારી ફળિયાને ઝડપી પાડી તેના પાસેથી ચોરેલો મોબાઈલ ફોન રિકવર કર્યો છે અને તેની વધુ તપાસ હાથ ધરી છે. જે અંગેની માહિતી પારડી પોલીસ મથકેથી મંગળવારના રોજ સવારે 9 કલાકે મળવા પામી હતી.