July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

આઠ ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા : અમીત મુરલીધર અને સોમલું ધરમુભાઈનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ધરમપુરના રાજપુરી જંગલ ગામે છકડો રિક્ષા પલટી જતા બે ના મોત જ્‍યારે અન્‍ય ઘાયલ આઠને સારવાર બાદ રજા અપાઈ હતી. મજુરો ભરેલ રિક્ષાની બ્રેક નહી લાગતા ગોમટીપાડા ફળીયા નજીક ઘાટ ઉતરતા અકસ્‍માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધનેશ રમેશભાઈ ધનગરીયા રહે.રાજપુરી જંગલ પોતાનો છકડો રિક્ષા નં.જીજે 15 વાય 5764 લઈ મજુરોને બેસાડી ધરમપુરના ખાનવેલ નજીક મજુરી કામે નિકળ્‍યા હતા ત્‍યારે ગોતમીપાડા નજીક ઘાટ ઉતરતા વેળાએ વળાંકમાં બ્રેક નહિ લાગતા રિક્ષા પલટી મારી 10 થી 12 ફૂટ નીચે ફંગોળાઈ ગઈ હતી. સવાર મજુરો પૈકી અમિત મુરલીધર કુલકર્ણી રહે.હટવાડા ફળીયુ અને સોમલું ધરમુભાઈ કુવરને વધુ ઈજાઓ પહોંચી હતી. સોમલુ ભાઈને 108 દ્વારા ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં લવાયેલમાં અમીત કુલકર્ણીનું સારવારમાં મોત નિપજ્‍યું હતું. જ્‍યારે વધુ સારવાર માટે સોમલુભાઈને વલસાડ સિવિલ ખસેડાયા હતા ત્‍યાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. અન્‍ય ઘાયલોની નાની મોટી ઈજાની સારવાર બાદ રજા અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, લોકોનીમાંગ છે. ગોમતીપાડા ઘાટ નજીક પ્રોટેકશન વોલ બનાવાની જરૂરીયાત છે.

Related posts

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

Leave a Comment