આઠ ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા : અમીત મુરલીધર અને સોમલું ધરમુભાઈનું મોત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: ધરમપુરના રાજપુરી જંગલ ગામે છકડો રિક્ષા પલટી જતા બે ના મોત જ્યારે અન્ય ઘાયલ આઠને સારવાર બાદ રજા અપાઈ હતી. મજુરો ભરેલ રિક્ષાની બ્રેક નહી લાગતા ગોમટીપાડા ફળીયા નજીક ઘાટ ઉતરતા અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધનેશ રમેશભાઈ ધનગરીયા રહે.રાજપુરી જંગલ પોતાનો છકડો રિક્ષા નં.જીજે 15 વાય 5764 લઈ મજુરોને બેસાડી ધરમપુરના ખાનવેલ નજીક મજુરી કામે નિકળ્યા હતા ત્યારે ગોતમીપાડા નજીક ઘાટ ઉતરતા વેળાએ વળાંકમાં બ્રેક નહિ લાગતા રિક્ષા પલટી મારી 10 થી 12 ફૂટ નીચે ફંગોળાઈ ગઈ હતી. સવાર મજુરો પૈકી અમિત મુરલીધર કુલકર્ણી રહે.હટવાડા ફળીયુ અને સોમલું ધરમુભાઈ કુવરને વધુ ઈજાઓ પહોંચી હતી. સોમલુ ભાઈને 108 દ્વારા ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લવાયેલમાં અમીત કુલકર્ણીનું સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે વધુ સારવાર માટે સોમલુભાઈને વલસાડ સિવિલ ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. અન્ય ઘાયલોની નાની મોટી ઈજાની સારવાર બાદ રજા અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, લોકોનીમાંગ છે. ગોમતીપાડા ઘાટ નજીક પ્રોટેકશન વોલ બનાવાની જરૂરીયાત છે.