June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્‍ય સહિત સમગ્ર દેશની તમામ અદાલતોમાં આગામી તારીખ 14/09/2024ના રોજ રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાનાર છે, જેમાં વિવિધ સમાધાન લાયક કેસોનો લોક અદાલતના માધ્‍યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો લોક અદાલતોનો લાભ લઈ શકે તે હેતુથી લોક અદાલતના પ્રચાર પ્રસાર માટે આગામી તા.11/09/2024 ના રોજ બપોરે 02.30 કલાકે અને તા. 12/09/2024ના રોજ સાંજે 6.00 કલાકે તેમજ તા. 13/09/2024ના રોજ સવારે 09:30 કલાકે આમ, સતત ત્રણ દિવસ ડી.ડી. ગીરનાર ચેનલ અને યુટયૂબ એપ્‍લિકેશનના માધ્‍યમથી રાજ્‍યની વડી અદાલતના મુખ્‍ય ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલના વિશેષ સંદેશ સાથે વરિષ્ઠ ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેન એ.વૈષ્‍ણવ દ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ નિહાળવા વલસાડ જિલ્લાની જનતાને સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

નવસારી જિલ્લામાં 02 કોરોના પોઝીટવ કેસ નોંધાયાઃ 12 કોવિડ હોસ્‍પિટલમાં એક્‍ટિવ

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણઃ સાવકી દિકરી સાથે દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવનાર હેવાન પિતાને 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારનો દંડ

vartmanpravah

Leave a Comment