(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વાપી નગરપાલિકાના વર્તમાન શાસકોની ટર્મ પુરી થવાની આરે છે ત્યારે શહેરના કેટલાક વિકાસ કામો પુર્ણ થયા છે તો કેટલાક અધુરા છે. હજુ આવતીકાલ 25 નવેમ્બરે બે વર્ષની ટર્મ પુરી થશે. હજુ છ મહિના બાકી છે. આ સમયગાળામાં વિકાસ કામોની રફતાર તેજ કરવી પડે તેવી વકી સર્જાઈ છે.
વાપી નગરપાલિકા દ્વારા નોંધનીય વિકાસ કાર્યો ચાલી રહ્યા છે તે પૈકી ડુંગરા ઘાસીયા તળાવ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હજુ પુર્ણ થયો નથી તેમજ મહત્ત્વાકાંક્ષી ઓડિટોરિયમ પ્રોજેક્ટ પણ અધુરો છે. મહત્ત્વના માર્ગો ઉપર ગેરકાયદેસરના દબાણો હટાવવામાં શાસકો નિષ્ફળ રહ્યાનું જોવા મળી રહ્યું છે. અલબત્ત ક્યાંક ક્યારે પ્રયાસ કરાય છે પરંતુ આ ઝુંબેશ કાયમી કરવાની જરૂર છે. સબ વે અને ડમ્પીંગ સાઈડ જેવા પ્રોજેક્ટ જલદી પુરા કરવા જરૂરી છે. અઢી વર્ષ પુર્ણ થતા જ શાસકોનું માળખુ બદલાશે. નવા પ્રમુખ ઉપ પ્રમુખ અને કારોબારીની રચના થશે તેથી સમય થોડો છે અને વેશ જાજા છે તેવી સ્થિતિ હાલમાં પ્રવર્તી રહી છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/11/WhatsApp-Image-2023-11-24-at-3.25.46-PM.jpeg)