October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: કરમબિલીના નાહુલી મોહનગામથી શેરડી ભરીને એક ટ્રેક્‍ટર નંબર જીજે-30- 3634 જેનો ટ્રેલર નં.જીજે-15-વીવી-0795 વલસાડ સુગર ફેક્‍ટરી તરફ આજે શનિવારના રોજ જઈ રહ્યું હતું. આ દરમ્‍યાન પારડી હાઈવે સ્‍થિત આવેલ વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના બ્રિજ પર મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર અચાનક ટ્રેક્‍ટર ચાલકે સ્‍ટેરિંગ પરથી કાબુ ગુમાવતા શેરડી ભરેલ ટ્રેલર હાઈવેના વચોવચ પર પલટી મારી ગયું હતું. ટ્રેલર પલટી મારતા શેરડીનો જથ્‍થો હાઈવે પર ફેલાય જતા હાઈવે સંપૂર્ણ બ્‍લોક થઈ ગયો હતો જેને લઈ સર્વિસ રોડથી વાહનો પસાર થતા લાંબા સમય સુધી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ પારડી પોલીસ અને જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસની ટીમ પણ સ્‍થળ પર પહોંચી વાહન વ્‍યવહારને ખુલ્લો કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
ટ્રેક્‍ટરનું ટ્રેલર જે સમયે પલટી માર્યું બરાબર એ જ સમયે પાછળ આવી રહેલ એક બાઇક ચાલક પોતાની મોટર સાયકલ નં.જીજે-15-બીએસ-8194 લઈ ત્‍યાંથી પસાર થતા શેરડીના જથ્‍થા સાથે અથડાઈ રસ્‍તા પર પટકાયા હતા પરંતુ ફકત નાની મોટી ઈજા સાથે તેમનો ચમત્‍કારિક બચાવ થયોહતો.

Related posts

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા બાળ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

vartmanpravah

Leave a Comment