(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વલસાડના બાળકો ચેસની રમતને પ્રેમ કરે તેવા હેતુથી તન્મય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાના બાળકોથી લઈ મોટાઓ સુધી બધા એક જ જગ્યાએ ભેગા મળીને ચેસ રમી શકે તે માટે ચેસ લવર્સ એકેડેમીની શરૂઆત દીપેશ શાહ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ વલસાડના નાના બાળકોથી લઈ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 રાઉન્ડ સ્વિસ પદ્ધતિથી રમાડવામાં આવ્યા હતા. જેમાં આરબીટર તરીકે શિવ યાદવ તથા સરોજ ગાયકવાડે સેવા આપી હતી. આ ટુર્નામેન્ટના અંડર 9 ઉંમરની કેટેગરીમાં વિજેતા તરીકે પ્રનીતા પગારે, અંડર 13 માં વિજેતા તરીકે સ્પર્શ પ્રજાપતિ અને ઓપનમાં વિજેતા તરીકે પ્રજ્ઞેશ પટેલ રહ્યા હતા. આ ઉપરાંત દરેક કેટેગરીના ટોપ 5 વિજેતાઓને મેડલ આપી સનમાનીત કરવામાં આવ્યા હતા. સફળ આયોજન બદલ દરેક સ્પર્ધકોના માતાપિતા દ્વારા અભિનંદન પાઠવી આભાર માનવામાં આવ્યો હતો.