Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરના બ્રિજ જેવી પેર્ટનથી આ બ્રિજ તૈયાર થશે
આ બ્રીજ બનવાથી ઉમરસાડીનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. ૧6: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના સુંદર દરિયાકિનારાના વિકાસ માટે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા પેડેસ્ટલ બ્રિજનું રાજ્યના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યુ હતું.
તાજેતરમાં જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી ૨૬ ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર ૫.૫૦ મીટર પહોળા અને ૧૨૬ મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.આ પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું અને માટે ભરતભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રયત્ન કરતા હતા અને જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દિવ્યાબેનપટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Related posts

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્‍ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

Leave a Comment