October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

વારંવાર ગામ વિસ્‍તારમાં દિપડા જણાતા ભયનો માહોલ : સોમવારે રાત્રે દિપડાએ વાછરડીનું મારણ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: પારડીના ડુમલાવ ગામમાં છેલ્લા 10-15 દિવસથી રાત્રી દરમિયાન દિપડા આંટાફેરા મારી રહ્યા છે અને પશુના મારણ કરી રહ્યા છે તેથી ગામમાં ચોમેર દહેશતનો માહોલ છવાયેલો રહ્યો છે. હજુ ગયા સપ્તાહે આઠ દિવસ પહેલાં ગામમાંથી એક દિપડો પાંજરે પુરાયો હતો. ત્‍યાં સોમવારે રાત્રે વધુ એક દિપડો પાંજરે પુરાયો છે.
ડુમલાવના ઝાપર ફલીયાના બાબુભાઈ સોમાભાઈ પટેલની વાછરડીનું કાલે રાત્રે મારણ પણ કર્યું પરંતુ જંગલ વિભાગે ગોઠવેલા પાંજરામાં દિપડો જતા જતા સપડાઈ ગયો હતો. આજે વનવિભાગે ખુંખાર દિપડાનો કબજો લઈને આગળની કાર્યવાહી કરી હતી. હજુ પણ સરપંચ સહિત ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમને ત્રણથી ચાર દિપડા હરતા ફરતા નજરાઈ રહ્યા છે તેથી લોકો ખેતરે-વાડીએ જતા પણ ડરી રહ્યા છે.
—-

Related posts

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment