July 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

‘‘લેટ્‍સ મેક બ્રેસ્‍ટીફીડિંગ એન્‍ડ વર્ક” થીમ ઉપર વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દર વર્ષે ઓગસ્‍ટના પ્રથમ સપ્તાહમાં ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ મનાવવામાં આવે છે. અઠવાડિયા સુધી ચાલતી આ ઇવેન્‍ટનો હેતુ સ્‍તનપાનના મહત્‍વને પ્રકાશિત કરવાનો અને નવજાત શિશુના વૃદ્ધિ અને વિકાસ વિશે વાત કરવાનો છે. આ સપ્તાહ વૈશ્વિક સ્‍તરે ઉજવવામાં આવે છે અને ચોક્કસ થીમ પસંદ કરીને કાર્ય કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘‘લેટ્‍સ મેક બ્રેસ્‍ટીફીડિંગ એન્‍ડ વર્ક” આ થીમ કામકાજી મહિલાઓના પોતાના બાળકોને સ્‍તનપાન(બ્રેસ્‍ટફીડ) કરાવવા અને કામકાજી જીવન વચ્‍ચે તાલમેલ બેસાડવાથી જોડાયેલ છે. આ વર્ષે મહિલાઓને વધુનેવધુ જાગૃત, પ્રેરિત અને મદદરૂપ બનાવવાનો પ્રયાસ છે જેથી કરીને તેઓ સ્‍તનપાનની સાથે સરળતાથી કામ કરી શકે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ પ્રદેશને કુપોષણમુક્‍ત કરવાના ઉદ્દેશથી આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસ તથા નમો ચિકિત્‍સા શિક્ષણ અને સંશોધન સંસ્‍થાના ડીન ડો. રામચંદ્ર ગોયલના માર્ગદર્શનમાં સામુદાયિક ચિકિત્‍સા વિભાગ, નમો ચિકિત્‍સા શિક્ષણ અને સંશોધન સંસ્‍થા દ્વારા પણ વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023ની ઉજવણી કરવામાં આવી હતી.
સ્‍તનપાન સપ્તાહ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્‍યા હતા. જેમાં સ્‍તનપાનના લાભો, સ્‍તનપાનની સ્‍થિતિ અને જોડાણ, સ્‍તનપાનને લગતી માન્‍યતાઓ અને ગેરસમજો અને પૂરક ખોરાક વિશે જાગૃતિ અંગે આરોગ્‍ય શિક્ષણ કાર્યક્રમ ઉપરાંત, સગર્ભા અને સ્‍તનપાન કરાવતીસ્ત્રીઓ માટે પ્રસૂતિ રજા અને વિવિધ યોજનાઓ (રાષ્‍ટ્રીય/યુટી) સંબંધિત કાયદાઓ વિશે જાગૃતિ.
દિવસ 1- શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના પ્રસૂતિ(પોસ્‍ટ-નેટલ) વોર્ડમાં દાખલ માતાઓ માટે આરોગ્‍ય શિક્ષણ કાર્યક્રમ.
દિવસ 2- શહેરી આરોગ્‍ય તાલીમ કેન્‍દ્ર (શ્‍ણ્‍વ્‍ઘ્‍) ખાતે સગર્ભાસ્ત્રીઓ અને સ્‍તનપાન કરાવતીસ્ત્રીઓ માટે જાગૃતિ કાર્યક્રમ.
દિવસ 3- કુસુમા ફાર્માસ્‍યુટિકલ ઉદ્યોગ, મસાટની મહિલાકર્મચારીઓ માટે આરોગ્‍ય શિક્ષણ કાર્યક્રમ.
દિવસ 4- દાદરા નગર હવેલીની આશા કાર્યકરો માટે તાલીમ કાર્યક્રમ.
દિવસ 5- ગ્રામીણ આરોગ્‍ય તાલીમ કેન્‍દ્ર (ય્‍ણ્‍વ્‍ઘ્‍)માં ગર્ભવતી મહિલાઓ અને સ્‍તનપાન કરાવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમ
દિવસ 6- બાળરોગના વોર્ડમાં દાખલ બાળકોની માતાઓ માટે આરોગ્‍ય શિક્ષણ કાર્યક્રમ
દિવસ 7- નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચના વિદ્યાર્થીઓ વચ્‍ચે પોસ્‍ટર સ્‍પર્ધા.

Related posts

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નુમા ઇન્‍ડિયા ઈન્‍ટર સ્‍કૂલ એકેડેમી કરાટે ચેમ્‍પિયનશીપનું કરાયેલું સમાપન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં 73 કુંડી યજ્ઞનું કરેલું સફળ આયોજન

vartmanpravah

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

vartmanpravah

Leave a Comment