April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર્સ તૈયાર હોવા છતાં બ્‍લડ બેંક કાર્યરત નહી થતા પ્રાંતમાં રજૂઆત

મહેકમની મંજુરી અને બ્‍લડ ચકાસણી પ્રમાણપત્ર મામલે બ્‍લડ
બેંક કાર્યરત થઈ રહી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ધરમપુર વિસ્‍તારમાં બ્‍લડ બેંકની અનિવાર્ય જરૂરીયાત છે તે માટે ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં જરૂરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર્સ પણ તૈયાર છે. પરંતુ મહેકમની મંજુરી અને બ્‍લડ ચકાસણી પ્રમાણપત્ર મામલે બ્‍લડ બેંક કાર્યરત થઈ રહી નથી તેથી આજે મંગળવારે પ્રાંતમાં આ બ્‍લડ બેંક ઝડપથી કાર્યરત થાય તેવી લેખિત માંગણી પ્રાંત સમક્ષકરવામાં આવી છે.
ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલ ધરમપુર, કપરાડા અને મહારાષ્‍ટ્રના આદિવાસી વિસ્‍તાર માટે આશીર્વાદરૂપ હોસ્‍પિટલ છે. 150 બેડની વ્‍યવસ્‍થા છે, રોજ 200 ઉપરાંત દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે તેમજ માસિક 40 થી 50 જેટલા પ્રસુતિ સહિત વિવિધ એપરોશન પણ થાય છે તેથી બ્‍લડની ખાસ જરૂરીયાત ઉભી થાય છે. પરંતુ બ્‍લડ બેંક નહિ હોવાથી દર્દીના સગાઓએ પારડી અથવા વલસાડ સુધી બ્‍લડ માટે દોડવું પડે છે તેથી બ્‍લડ બેંક જલદી શરૂ થાય તેવી માંગ ઉઠી છે. જરૂરી સાધન સામગ્રી તૈયાર છે. માત્ર મહેકમ મંજુરી અને બ્‍લડ ચકાસણી પ્રમાણપત્ર મુદ્દે બ્‍લડ બેંક કાર્યરત થઈ રહી નથી તેથી જાગૃત નાગરિક સામાજીક કાર્યકર ધરમપુર તા.પં.ના અધ્‍યક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ આજે બ્‍લડ બેંક ચાલુ કરવા માટે પ્રાંતમાં લેખિત રજૂઆત કરી હતી.

Related posts

આજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

Leave a Comment