February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી નગરપાલિકાના એનયુએલએમ વિભાગના ઉપક્રમે મહિલાઓની જાગૃતિ માટે વલસાડ ‘‘સખી વન સ્‍ટોપ સેન્‍ટર” ના સહયોગથી કાર્યક્રમ યોજી મહિલાઓને જાતિ ભેદભાવ અને હિંસા તથા કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ‘‘નઈ ચેતના પહેલ બદલાવ કી” થીમ હેઠળના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ દ્વારા જણાવાયું કે દરેક મહિલાએ પોતાના અસ્‍તિત્‍વ માટે જાગૃત રહેવું જોઈએ.
મહિલાઓએ જ મહિલાઓના સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી પડે એવા સંજોગોનુંનિર્માણ જ થવા દેવું ના જોઈએ. એમણે પોતાના હક માટે જાગૃત રહેવું જોઈએ. દરેક મહિલાએ બીજી મહિલા સાથે યોગ્‍ય વ્‍યવહાર કરવો જોઈએ. ઉપપ્રમુખ અભયભાઈ નહારે મહિલાઓને સતર્ક રહેવાનું જણાવી એમની સુરક્ષા અને મદદ માટેની મોબાઈલ એપ ડાઉનલોડ કરી રાખવા સૂચન કર્યું હતું. વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સંચાલિકા ગિરિબાળાબેન દ્વારા સરકારના વલસાડ ખાતેના સીવીલ હોસ્‍પિટલના કેમ્‍પસમાં આવેલ આ સેન્‍ટરની માહિતી આપી કોઈ સંકોચ કે ડર વગર એનો સમયસર લાભ લેવા જણાવ્‍યુ હતું. તેમણે જણાવ્‍યું કે, સખી વન સ્‍ટોપ સેન્‍ટર 24 કલાક ખુલ્લુ રાખવામાં આવે છે અને હિંસાથી પીડિત મહિલાઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે. હિંસાનો ભોગ બનેલ મહિલાઓને કાયદાકીય સલાહ ઉપરાંત પોલીસ સહાય, તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે. અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે. વાપી સખી મંડળની બહેનોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. સંચાલન નગરપાલિકાના રાકેશ ઠક્કરે કર્યું હતું. નગરપાલિકા એનયુએલએમ વિભાગના કળણાલ પટેલ તથા જિગ્નેશ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્‍તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ

vartmanpravah

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

Leave a Comment