Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

સ્‍કૂલોમાં માતૃ-પિતૃવંદન કાર્યક્રમના થયેલ આયોજનો વિડીયો વાયરલ થતા થયેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કપરાડા વિસ્‍તારમાં આજે ચકચારી ઘટના ઘટી હતી. ત્રણ સ્‍કૂલોમાં આશારામ બાપુની પૂજા-અર્ચના કરાવવામાં આવતા 33 જેટલા શિક્ષકોને શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારાતા શિક્ષણ જગતમાં ચર્ચાઓએ જોર પકડયું હતું.
આશારામ બાપુના સેવકોની સંખ્‍યા વલસાડ જિલ્લામાં પણ વધુ છે. હજુ પણ આશારામ બાપુ આસ્‍થાના કેન્‍દ્ર બની રહ્યા છે તેવું સાબિત કરતી ઘટના કપરાડા વિસ્‍તારમાં આવેલ ત્રણ સ્‍કૂલમાં ઘટી છે. સ્‍કૂલના 33 જેટલા શિક્ષકો દ્વારા સ્‍કૂલમાં આશારામ બાપુની સેવા પૂજાનો કાર્યક્રમ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ હેઠળ યોજાયો હતો. જેનો વિડીયો વાયરલ થતા શિક્ષણાધિકારીએ ભાગ લેનાર તમામ 33 શિક્ષકોને નોટિસ આપી જવાબો મંગાવ્‍યા છે. માતૃપિતૃ વંદના કાર્યક્રમ અને એક વર્ષ પહેલા વાપીમાં આશારામ અનુયાઈઓ આયોજન કરાયેલ પરંતુ આ કાર્યક્રમ મોરારજી સર્કલ જાહેર રોડ ઉપર કરાયો હતો તેથી કોઈ વિવાદ ઉભો થયો નહોતો.

Related posts

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

ચીખલીના નોગામા અને ટાંકલમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના સર્વેની કામગીરી કરતી ખાનગી એજન્‍સીની ટીમને સ્‍થાનિકોએ અટકાવી રવાના કરી

vartmanpravah

…અને તત્‍કાલિન પ્રશાસક આર.કે.વર્માના કાર્યકાળમાં ઝોનિંગનું કામ પૂર્ણ થયું: દાનહમાં ભૂમિહીનોને ફાળવેલ જમીનોનું ટપોટપ વેચાણ શરૂ થયું

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

Leave a Comment