ક્રિષ્ના સ્કૂલ રોડ ઉપર 10 જેટલી દુકાનો આગળના દબાણો દુર કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વાપી ગુંજન વિસ્તાર રહેઠાણ અને વાણિજ્ય વિસ્તારથી ભરચક છે. વાહનોની વધતી રહેલી સંખ્યા અને દુકાનોની સામે રહેલા ગેરકાયદે દબાણોને લઈ પીકઅવરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી હતી તેથી આજે શુક્રવારે વાપી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગુંજન વિસ્તારમાં ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વાપી જીઆઈડીસીના હાર્દ સમા ગુંજન વિસ્તારમાં રહેઠાણ અને વાણિજ્ય બજારો ભરચક છે. સાંજના સમયે ટ્રાફિકનું જબરજસ્થ ભારણ રહે છે. તેનુ કારણ દુકાનદારો દ્વારા દુકાન સામે કરાયેલ દબાણો જવાબદાર છે તેથી રોડોમાં સંકડાશ ઉભી થઈ ચૂકી છે. પરિણામે ટ્રાફિકની નિરંતર સમસ્યા રહે છે તેથી આજે વાપી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા કૃષ્ણ સ્કૂલ નજીકથી 10 જેટલી દુકાનોના દબાણો ડિમોલેશન કરી હટાવ્યા હતા. કાર્યવાહીથી રોડ-રસ્તા ખુલ્લા થયા હતા તેથી ટ્રાફિકની સમસ્યા હવે હળવી થશે તેવું જણાઈ રહ્યું છે.