June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: ચીખલી નવસારી રાજયધોરી માર્ગ ઉપર ગણદેવી સુગર ફેકટરી ચાર રસ્‍તા પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા સ્‍પીડ બ્રેકરો મુકાયા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ ન મુકાતા વાહન ચાલકો માટે અકસ્‍માતનું જોખમ ઉભું થવા પામ્‍યું છે. લોકોની સુવિધા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોય છે. પરંતુ અધિકારીઓની અણ આવડતને પગલે સુવિધાના સ્‍થાને દુવિધામાં વધારો થતો હોય છે.
તાજેતરમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વસુધરા ડેરી અલીપોર હાઈવે થી ગણદેવી થઈ નવસારીને જોડતા રાજ્‍ય ધોરી માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે વિસ્‍તૃતિકરણ કરી નવીનકરણ કરાયુંછે.પરંતુ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને વાહન ચાલકોની સલામતીની કોઈ પરવા ન હોય તેમ આ રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ગણદેવીમાં સુગર ફેકટરી સ્‍થિત જલારામ બાપાના મંદિર અને દેસાડ પાટિયા પાસેના ચાર રસ્‍તા પર બન્ને તરફ સ્‍પીડ બ્રેકર (બમ્‍પ) મુકવામાં આવ્‍યા છે. પરંતુ આ સ્‍પીડ બ્રેકર આવતો હોવાથી વાહન ચાલકોને સાવચેત કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવાયા નથી. જેને પગલે ખાસ કરીને અચાનક બ્રેક મારવાની સ્‍થિતિમાં ટુ હીલર વાહન ચાલકો કફોડી સ્‍થિતિમાં મુકાઈ જતા હોય છે અને તેઓને સતત અકસ્‍માતનો ભય સતાવતો હોય છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સ્‍પીડ બ્રેકર મુકતાની સાથે ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું કેમ સૂઝ્‍યું નથી? ત્‍યારે લોકોની સલામતી માટે લાપરવાહી દાખવતા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Related posts

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્‍ય રથ આગમનની ચર્ચા

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ધરમપુરના સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 2114 અરજીનો નિકાલ

vartmanpravah

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment