April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

ગંભીર રીતે ઘાયલ થયેલ મોટર સાયકલ સવારને વલસાડ હોસ્‍પિટલમાં ખસેડાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર માણેકપોર પાસે એક અર્ટિગા કાર ચાલકે કાબુ ગુમાવતા મોટર સાયકલને અડફેટે લીધા બાદ કાર મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના સમયે સાદડવેલ ગામના વાંઝરી ફળિયા ખાતે રહેતા મંગુભાઈ તેમની બજાર મોટર સાયકલ નં.જીજે-21-એચ-3357 પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ચીખલી- વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર માણેકપોર પાસેના ચાર રસ્‍તા પાસે વળવા જતા વાંસદા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ મારૂતિ અર્ટિગા કાર નં.જીજે-30-એ-2609ના ચાલકે સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલને અડફેટે લીધા બાદ કાર મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જઈ શટર સાથે ધડાકાભેર અથડાતા આસપાસમાં હાજર લોકોમાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી અને મેડિકલ સ્‍ટોરને પણ ભારે નુકસાન સાથે દુકાનનું શટર પણ તૂટી જવા પામ્‍યું હતું.
બીજી તરફ મોટર સાયકલ સવાર મંગુભાઈને શરીરે ગંભીર ઈજા થતાં 108ની મદદે સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. વધુમાં કાર ચાલક પણ ડરી જતા પોલીસ મથકે હાજર થઈગયો હતો. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે આ લખાય ત્‍યાં સુધી પોલીસ ચોપડે ગુનો નોંધાયો ન હતો. પરંતુ મોટર સાયકલ ચાલક માણેકપોર પાટીયા પાસે વળવા જતા તેને બચાવવામાં કાર ચાલક સફળ ન રહેતા અકસ્‍માત સર્જાયો હતો કે કેમ? તે પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

Related posts

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

સંઘપ્રદેશ કક્ષાની રમત સ્‍પર્ધામાં દમણમાં બીચ વૉલીબોલ સ્‍પર્ધા યોજાઈઃ અંડર-17 બોયઝમાં દાનહ વિજેતાઃ અંડર-19 બોયઝમાં દીવ વિજેતા

vartmanpravah

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

Leave a Comment