(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજ લોકનિર્માણ વિભાગ આર એન્ડ બીના ધ્યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો નરોલી રોડનો જૂનો પુલ જર્જરિત થઈ ગયેલ હતો અને ઘણાં લોકો આવવા-જવા માટે આ પુલનો ઉપયોગ કરવામાં આવતા આ પુલ જૂનો હોવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ પુલ પરથી વાહનોની અવર-જવર બંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પુલને તોડીને નવેસરથી બનાવવામાં આવી રહ્યો હતો આ કામગીરીમાં બે વર્ષનો સમય નીકળી ગયો છે અગાઉ એક જ પુલ પરથી બન્ને તરફના વાહનો પસાર થતા હતા જેના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા ઉભી થતી હતી. હવે આ નવો પુલ બનતા વાહનચાલકોને ઘણી રાહતરહેશે.
